જસદણના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાતિલ ઠંડી છતાં ઉત્સાહભેર મતદાન

અમદાવાદ: જસદણની પ્રતિષ્ઠાભરી પેટાચૂંટણીમાં આજે સવારથી જ ઉત્સાહભેર મતદાન શરૂ થયું હતું. કાતિલ ઠંડી હોવા છતાં પણ વહેલી સવારથી જ મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ મતદાન મથકની બહાર લાઇન લગાવી હતી. આ ચૂંટણીના મતદાનમાં શતાયુ મતદારોએ પણ હોંશભેર ભાગ લીધો હતો. કડકડતી ઠંડીમાં પહેલા બે કલાકમાં જ ૧૩ ટકા મતદાન થયું હતું. સવારે ૧૧-૦૦ કલાક સુધી ૩૧ ટકા મતદાન નોંધાયું છે.

ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ અમરાપુરમાં તેમના નિવાસસ્થાને પૂજા કરીને વિંછિયા ખાતે મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર ના‌િકયાએ છકડો રિક્ષા ચલાવી કુળદેવીનાં દર્શન કર્યા બાદ આસલપુરમાં મતદાન કર્યું હતું. ખેડૂતોએ ગળામાં લસણ અને ડુંગળી પહેરીને મતદાન કર્યું હતું.

જસદણની ડી.એસ.વી.કે. સ્કૂલમાં આદર્શ મહિલા મતદાન મથકને શણગારવામાં આવ્યું હતું. જસદણ બેઠક પરથી કોંગ્રેસ પાંચ વાર, ભાજપ એક વાર જીત્યું છે.  જસદણ તાલુકાના ૧૬પ મતદાન મથકો ખાતે અને વિં‌િછયા તાલુકાના ૯૦ મતદાન મથકો તેમજ ગોંડલ તાલુકાના સાત મતદાન મથકો મળી કુલ ર૬ર મતદાન મથકોએ મતદાન યોજવામાં આવ્યું છે.

જસદણમાં ૧ર૬ બૂથ સંવેદનશીલ તરીકે આઇડે‌િન્ટફાઇ કરાયા છે. મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા પછી ગુજરાતમાં સૌપ્રથમ ચૂંટણી ૧૯૬રમાં યોજાઈ હતી અત્યાર સુધીમાં કુલ ૧૪ વખત ચૂંટણી યોજાઈ છે તે પૈકી ત્રણ વખત અન્ય અને સાત વખત સતત કોંગ્રેસના કુંવરજી બાવ‌િળયા વિજેતા થયા છે જયારે ર૦૦૯ની ચૂંટણીમાં ભાજપ ફક્ત એક વાર વિજેતા થયું છે. કોંગ્રેસ કુલ નવ વખત વિજેતા થઇ છે.

અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં ચાર વખત ઈતર, બે વખત પટેલ અને સાત વખત કોળી ઉમેદવાર વિજેતા થયા છે. હવે આજની ચૂંટણીમાં કોણ વિજેતા થશે તેના પર સૌની નજર છે.

જસદણમાં ર૬ર પૈકી ર૬ મતદાનમથક સંવેદનશીલ હોવાથી ત્યાં હથિયારધારીરક્ષકો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જસદણ વિધાનસભા બેઠક માટે પુરુષ મતદારો ૧,ર૧,૧૮૦ અને સ્ત્રી મતદારો ૧,૦૯,૯૩૬ મળી કુલ ર,૩ર,૧૧૬ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

You might also like