દરેક કલાકાર સાથે કંઈક શીખવા મળે છેઃ જેકલીન

બોલિવૂડના ઘણા કલાકારો સાથે કામ કરી ચૂકેલી જેકલીન ફર્નાન્ડીસ પહેલી વાર ટાઈગર શ્રોફ સાથે ‘ધ ફ્લાઈંગ જાટ’માં જોવા મળશે. જેકલીન હાલમાં પ્રમોશનમાં વ્યસ્ત બની છે. ફિલ્મમાં જેકલીન એક શિક્ષિકાની ભૂમિકા ભજવી રહી છે. દરેક વ્યક્તિની જેમ તેની લાઈફમાં પણ ત્યારે પરિવર્તન અાવે છે જ્યારે ફ્લાઈંગ જાટ તેની જિંદગીમાં અાવે છે. જેકલીને સિનિયર-જુનિયર તમામ કલાકારો સાથે કામ કર્યું છે. તે કહે છે કે મને કોઈ પણ કલાકાર સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નથી. હું દરેક વ્યક્તિ સાથે કમ્ફર્ટેબલ છું. મને લાગે છે કે એ સારા કલાકાર બનવા માટે અા બાબત જરૂરી પણ છે.

જેકલીન માને છે કે તેણે સિનિયર કલાકારો સાથે કામ કરીને ઘણી બધી વસ્તુ શીખી છે. તે કહે છે કે મેં મારી અભિનય કારકિર્દીની શરૂઅાત સિનિયર કલાકારો સાથે કરી હતી. સિનિયર અને જુનિયર તમામ કલાકારો સાથે કંઈક ને કંઈક શીખવા મળે છે. હું અત્યારે જુનિયર કલાકારો સાથે કામ કરીને થોડું સોશિયલ વર્ક કરી રહી છું. ‘ફ્લાઈંગ જાટ’ વિશે વાત કરતાં તે કહે છે કે અા એક સુપરહીરોની કહાણી છે, જે બાળકોમાં ફેવરિટ બનશે. ફે‌િમલી બાળકોને લઈને પણ થિયેટર સુધી જઈ શકશે. ફિલ્મને દર્શકો તરફથી ૧૦૦ ટકા સારો પ્રતિસાદ મળશે. •

You might also like