જસ્ટિન બીબરે જેકલીનને કરાવ્યું મોટુ નુકશાન

મુંબઇઃ ભારતમાં પહેલી વખત કોન્સર્ટ કરવા આવેલા ઇન્ટરનેશન સ્ટાર જસ્ટિન બીબરની ચારે તરફથી અવગણના થઇ રહી છે. 76,000ની ટિકિટ ખર્ચીને ગયેલા લોકો તેના પરફોર્મન્સથી એટલા ખુશ ન હતા. સાથે સ્ટેડિયમમાં પણ ઘણુ જ મિસમેનેજમેન્ટ જોવા મળી રહ્યું હતું. બીબરને પાર્ટી આપવા માટે બોલિવુડમાં પણ જોરશોરથી તૈયારીઓ થઇ રહી હતી ત્યારે જેકલીન ફાર્નાન્ડિસે પણ બીબર માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ કોન્સર્ટ પૂરી થયા બાદ જસ્ટીન તુરંત ચાર્ટર પ્લેન દ્વારા ચાલ્યો ગયો હતો. ત્યારે જેકલીનને ઘણુ નુકશાન સહન કરવું પડ્યું હતું.

જસ્ટિન માટે તામઝામ કરનારાઓમાં સૌથી વધુ નુકસાન જો કોઈને પહોંચ્યુ હોય તો તે છે જેકલીન ફર્નાન્ડિસ. જેકલીનને જસ્ટિન બીબર માટે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, અર્જુન રામપાલ, શ્રીદેવી જેવા સ્ટાર્સને પણ આમંત્રણ અપાયું હતું. જસ્ટિન બીબરની પાર્ટી માટે મસમોટો ખર્ચો કરીને ખાસ હોલિવુડ સ્ટાઈલિસ્ટ પેરિસ લીબીને હાયર કર્યો હતો. આ ડિઝાઈનરે બીબરની પાર્ટી માટે ખાસ ડ્રેસ ડિઝાઈન કર્યો હતો. પરંતુ જસ્ટિન કોન્સર્ટ પછી તરત જ જતો રહ્યો હોવાથી આ પાર્ટી કેન્સલ કરવી પડી હતી અને જેકલીનને ભારે નુકસાન ઊઠાવવું પડ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like