સલમાનને 6 વખત રીજેક્ટ કરનાર અભિનેત્રી દેખાશે ફિલ્મ ‘કિક 2’માં

બોલિવુડના દંબગ ખાન પોતાની આગામી ફિલ્મ ‘કિક 2’ને લઇને હાલ સમાચારમાં છે. અત્યાર સુધી સાજિદ નડીયાદવાલાએ આ ફિલ્મમાં સલમાન ખાન સામે કોઇ અભિનેત્રીને ફાઇનલ કરી નહોતી. એક મળતાં અહેવાલ મુજબ ટૂંક સમયમાં ફિલ્મની અભિનેત્રીનું નામ હવે બહાર પાડવામાં આવશે.

એવુ જાણવા મળ્યું છે કે જેકલીન ફર્નાડીસની જગ્યાએ આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે સલમાન ખાનને એક અથવા બે વખત નહીં છ વખત કેન્સલ (રિજેક્ટ) કરનાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે બીજી કોઇ નહીં પરંતુ રાજા રતન સિંહની પત્ની પદ્માવતી છે.

જો કે ફર્નાડિસ અને ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા વચ્ચે સંબંધ સારા છે તો પણ સલમાનની આગામી ફિલ્મમાં સાજીદ નવી અભિનેત્રીને લેવા ઇચ્છે છે. જો કે આ અગાઉ સલમાન ખાને નિવેદન આપ્યું હતું કે ‘કિક-2’માં જેકલિન જોવા મળશે નહીં. ‘કિક-2’ એક નવી સ્ટોરી છે, જેમાં નવા પાત્ર જોવા મળશે.

આ ફિલ્મ માટે સાજિદ એવી હિરોઇન ઇચ્છે છે કે તે સલમાન સાથે ક્યારેય ફિલ્મમાં જોવા ન મળી હોય. જેના કારણે દર્શકોને આ નવી કેમેસ્ટ્રી વધુ પસંદ આવે. આમ સૂત્રોની જાણકારી મુજબ સાજીદે સલમાન સામે દિપિકાના નામ પર વિચાર કર્યો છે.

You might also like