‘કિક 2’ માં એમી જેક્સન નહીં, આ હોઇ શકે છે સલમાનની લીડિંગ લેડી

મુંબઇ: જ્યારથી સલમાન ખાનની સાથે એમી જેક્સન નજીક આવી રહી છે એ પરથી અંદાજ લગાવી શકાય છે કે એ કિક 2 સલમાનની ઓનસ્ક્રીન પાર્ટનર બની શકે છે. જો કે ફિલ્મોથા જોડાયેલા સૂત્રોએ આ અંદાજાને ખોટો કહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકલિન ફર્નાડિસને એમી સાથે રિપ્લેસ કરવામાં આવશે નહીં. તેણે કિકમાં સારું કામ કર્યું હતુ અને સલમાન સાથે એની કેમેસ્ટ્રી સારી લાગી હતી. કિકથી ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ કરનાર પ્રોડ્યૂસર સાજિદ નાડિયાડવાલાની સાથે જેક્લિનએ ઘણી ફિલ્મો કરી છે. આ સમયે એ સાજિદની ફિલ્મ જુડવા 2માં ફીમેલ લીડ માટે જેક્લીન સૌથી મજબૂત કેરેક્ટર છે, જેને ડેવિડ ધવન ડાયરેક્ટ કરી રહ્યો છે. હાલમાં કિક 2ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મ આવતાં વર્ષે શરૂ થવાની શક્યતા છે.

You might also like