જેકલીન, કલ્કિ અને સાક્ષીએ બનાવ્યો રેકોર્ડ, ગિનીઝ બુકમાં નામ નોંધાયુ

મુંબઇઃ બોલિવુડ એક્ટ્રેસ જેકલીન, કલ્કિ અને ઓલંપિકમાં મેડલ જીતનાર મહિલા પહેલવાન સાક્ષી મલિક અને મોડલ ઉજ્જવલા રાવત જેવી નામી હસ્તિયોએ પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે.

જેકલીન અને આ મહિલાઓએ મુંબઇમાં જિયો ગાર્ડન બીકેસીમાં થયેલા ‘ડૂ યૂ’ નામની ઇવેન્ટમાં સોથી વધારે લોકો દ્વારા એબ્ડોમિનલ પ્લેક (એક તરફથી પેટની એક્સરસાઇઝ)નો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ બધાએ મળીને પ્લેક પોજીશનમાં લાંબો સમય સુધી સુતા રહીને મેક્સિકન છોકરીના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો છે. આ ઇવેન્ટ દરમ્યાન જેકલીન ફર્નાડિસે જણાવ્યું છે કે ટોન્ડ બોડી બનાવવા માટે ઇફેક્ટિવ એક્સરસાઇઝ મનાતી પ્લેક પોજીશનમાં સુઇને છોકરીઓમાં પણ પોતાના શરીર માટે આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો છે.

You might also like