સફળતાની કિંમત વ્યસ્તતાઃ જેકલીન

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સલમાન ખાન સાથે કરેલી ફિલ્મ ‘કિક’ને તેની લાઇફનો ટર્નિંગ પોઇન્ટ માને છે. તે કહે છે કે મારી કરિયર માટે તે ફિલ્મ અત્યંત મહત્ત્વની હતી. ‘કિક’ ફિલ્મમાં કામ કર્યા પહેલાં મારામાં આત્મવિશ્વાસની કમી હતી. ‘કિક’ બાદ પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. મને તે ફિલ્મ બાદ સારું કામ મળી રહ્યું છે. જેકલીને જણાવ્યું કે ‘કિક’ ફિલ્મ ખરેખર મારા માટે અત્યંત મહત્ત્વની સાબિત થઇ. આ પહેલાં લોકો મને ગંભીરતાથી લેતા નહોતા. મારામાં એટલો આત્મવિશ્વાસ પણ નહોતો, જે વાત મારી કરિયર માટે બરાબર સાબિત થઇ. આજે જ્યારે હું પાછું વળીને જોઉંં છું ત્યારે મને લાગે છે કે હું ખરેખર આત્મવિશ્વાસની ઊણપથી પીડાતી હતી.

જેકલીન પાસે હવે કામની કોઇ કમી નથી. થોડા દિવસ પહેલાં કામના તણાવના કારણે તેની આંખની એક નસ ફાટી ગઇ હતી. ડોક્ટરોએ જણાવ્યું કે તણાવના કારણે ઘણી વાર આમ થતું હોય છે. થોડા દિવસ પહેલાં આવેલી ‘ફ્લાઇંગ જાટ’ ફિલ્મમાં જેકલીન ટાઇગર શ્રોફ સાથે જોવા મળી. આ ફિલ્મ દર્શકોના એક વર્ગે વખાણી હતી. જેકલીન કહે છે કે ‘કિક’ ફિલ્મ સાઇન કરતાં પહેલાં હું ભગવાન પાસે એમ જ માગતી હતી કે રોજ મને કામ મળતું રહે, પરંતુ હવે મારે સફળતાની કિંમત વધુ પડતું કામ કરીને ચૂકવવી પડે છે. •

You might also like