ઘોડેસવારીની શોખીન જેકલીન ફર્નાન્ડીઝ

પડકારો સ્વીકારવા માટે હંમેશાં તૈયાર રહેતી જેકલીન ફર્નાન્ડીઝે ઘોડેસવારી શીખવા માટે ગયા વર્ષે મુંબઇની મહાલક્ષ્મી રેસકોર્સમાં નામ લખાવ્યું હતું. પોતાની વ્યસ્તતા વચ્ચે તે નિયમિત રીતે ઘોડેસવારી શીખવા માટે ત્યાં ગઇ અને હજુ પણ જાય છે. ખૂબ જ જલદી તેને ઘોડેસવારી કરતાં એક વર્ષ થઇ જશે. કામના ચક્કરમાં જેકલીનને હંમેશાં બહાર રહેવાનું હોય છે, પરંતુ તેને ઘોડાનો સાથ ખૂબ જ પસંદ હોવાથી તે સમય મળે ત્યારે ત્યાં જરૂર જાય છે. તે કહે છે કે મને ઘોડેસવારી પસંદ છે અને હું મારા મિત્રો તેમજ કો-સ્ટારને પણ આ માટે જાગ્રત કરી રહી છું. એક દિવસ તે પોતાના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ અહીં લઇ આવી હતી. આ ક્લબના સભ્ય સલમાન ખાન, સૈફ અલી ખાન અને જેકી શ્રોફ છે.

ઘોડેસવારીના પોતાના શોખ અંગે વાત કરતાં જેકલીન કહે છે કે મને ઘોડેસવારી પસંદ છે. હું બહેરિનમાં રહેતી હતી ત્યારે હંમેશાં ઘોડેસવારી કરતી હતી અને ત્યારબાદ શ્રીલંકા ગઇ અને ત્યાંથી મુંબઇ આવી. વ્યસ્તતા વચ્ચે આ શોખ પાછળ રહી ગયો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી નિયમિત રીતે તે કરું છું. જેકલીન કહે છે કે હું રોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જાઉંં છું અને બે કલાક ઘોડેસવારીમાં વીતાવું છું. જેકલીને થોડા દિવસ પહેલાં પોતાની સિગ્નેચર કોસ્મેટિક લાઇન શરૂ કરી છે, જેનું નામ તેણે ‘સિલ્ડ વિથ જેકલીન્સ ‌િકસ’ રાખ્યું છે. તેની નવી બ્યુટી પ્રોડક્ટ ધ બોડી શેપ ઇન્ડિયાની નવી મેકઅપ રેન્જમાં વેચાવા તૈયાર છે. આ ઉત્પાદનોમાં ‌િલપ શેડ, આઇશેડો, ફાઉન્ડેશન અને બીજું ઘણું બધું હશે. •
http://sambhaavnews.com/

You might also like