કોલકાતાની હોસ્પિ.માં ડોક્ટરો બનશે ‘મુન્નાભાઈ’: અાપશે જાદુની ઝપ્પી

કોલકાતા: કોલકાતાની સરકારી મેડિકલ કોલેજ ઈન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુઅેટ મેડિકલ અેજ્યુકેશન અેન્ડ રિસર્ચના એક ડોકટરે સંચાર કૌશલ્યનો એક એવો એનોખો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. જે ચિકિત્સકને સંવેદનશીલ બનાવવાનું શીખવે છે. સાથોસાથ આ કૌશલ્ય દર્દી અને તબીબ વચ્ચેના અંતરને દૂર કરવાનું કામ પણ કરે છે. આવુ કૌશલ્ય સંજય દત્તની જાણીતી ફિલ્મ મુન્નાભાઈ અેમબીબીએસની જાદુઈ ઝપ્પીનો અહેસાસ કરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીજીએમઈઆરમાં એમબીબીએસ પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓ માટે સર્જન દીપ્તેંન્દ્રકુમાર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો ટેલિકોમ કૌશલ્ય અભ્યાસક્રમ કરવો જરૂરી છે. આ અંગે સરકારે જણાવ્યું કે ફિલ્મ મુન્નાભાઈ અેમબીબીએસનો સાર અેક તબીબ દ્વારા તેમની જાદુઈ ઝપ્પી દ્વારા દર્દીના આંતરિક મન સુધી પહોંચવા પર આધારિત હતો. તેમણે જણાવ્યુ કે મેં ઔપચારિક રીતે આ અભ્યાસક્રમ શરૂ કર્યો છે. ઈન્ટરશિપ પહેલા આ અભ્યાસક્રમ પૂરો કરવો જરૂરી છે. તેના સાત અથવા આઠ મોડ્યુલ છે. તેમાં અેક મોડ્યુલમાં કેન્સરના દર્દીઓ સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવાનું શીખવવામાં આવે છે.

સરકારે ઋિષકેશ મુખરજીની ફિલ્મ આનંદના રોગી આનંદ (રાજેશ ખન્ના) અને ડો. ભાસ્કર (અમિતાભ બચ્ચન)નું ઉદાહરણ આપતાં જણાવ્યું કે બે સ્થિતિઓ ઉભી થઈ શકે છે. જેમાં દર્દીઓને કેવી રીતે બતાવવામાં આવે કે તેને કેન્સર છે. અથવા તેની સ્થિતિ કેન્સરના કારણે અંતિમ સ્ટેજ સુધી પહોંચી ગઈ છે. સરકારના જણાવ્યા અનુસાર અભ્યાસક્રમ અંતર્ગત ચિકિત્સકને મલમ -પટ્ટી કરવાથી લઈને વાતચીત સુધીનો શિષ્ટાચાર શીખવવામાં આવે છે. અને એવું પણ શીખવવામાં આવે છે કે અેક તબીબે કેવાં કપડાં પહેરવાં જોઈએ. અને સમાજમાં કેવી રીતે રહેવું જોઈઅે. તેમજ દર્દી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? આવી વિવિધ બાબતો સમજાવવામાં આવે છે.

You might also like