સુરક્ષાદળોનાં ગોળીબારમાં 2નાં મોત 3 ઘાયલ

શ્રીનગર : દક્ષિણ કાશ્મીરનાં પુલવામાં પ્રદર્શન કરી રહેલા અલગતાવાદીઓને ભગાડવા માટે સુરક્ષાદળો દ્વારા કરાયેલા કથિત ગોળીબારમાં રવિવારે એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થઇ ગયા છે. આ લોકો અહીં ઘર્ષણમાં મરેલા એક આતંકવાદી માટે પ્રદર્શન કરી રહ્યા હતા. અધિકારીક સુત્રોએ જણાવ્યું કે સુરક્ષાદળો અને રાજ્ય પોલીસનાં વિશેષ અભિયા દળનાં જવાનોએ જે વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધ્યું તે વિસ્તારનાં યુવાનો રસ્તા પર નિકળીને ઓપરેશન કરવા લાગ્યા.
પ્રદર્શનારીઓ જ્યારે એન્કાઉન્ટરનાં સ્થળ તરફ આગળ વધવા લાગ્યા ત્યારે સુરક્ષા દળોએ તે લોકોને રોકવાનાં પ્રયાસો કર્યા. પ્રદર્શનકર્તાઓને હટાવવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો. સુરક્ષાદળોએ પરિસ્થિતી પર કાબુ મેળવવા માટે ગોળીઓ ચલાવી હતી જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જે પૈકી એક મહિલા તથા એક અન્ય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ ઘટનાક્રમ બાદ આસપાસનાં વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ આવવા લાગ્યા હતા. પરિસ્થિતીને જોતા વધારાનાં સુરક્ષા દળોને ગોઠવી દેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે અંતિમ સમાચાર મળતા સુધી પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારામાં સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાનાં અહેવાલો છે.

You might also like