શ્રીનગરનાં પંથા ચોકમાં પોલીસ બસ પર આતંકી હુમલો, એક જવાન શહીદ અને આઠ ઘાયલ

શ્રીનગરનાં પંથાચોકમાં પોલીસ બળ પર આતંકી હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ પેટ્રોલિગનાં સ્ક્વોડ પર આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરી નાંખી. આ હુમલો પોલીસકર્મીઓને લઇ જઇ રહેલી એક બસ પર થયો છે. આતંકી હુમલામાં આઠ પોલીસકર્મીઓ અને એક જવાન શહીદ થયા હોવાંનાં સમાચાર છે. ઘાયલ પોલીસકર્મીઓમાં બેની હાલત ગંભીર છે. પોલીસ બસ પર આ હુમલો લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનનાં આતંકવાદીઓએ કર્યો હોવાનાં સમાચાર છે.

સૂચના મળતાં જ સમગ્ર વિસ્તારમાં અવર-જવર રોકી દેવામાં આવી છે. ગોળીઓનાં અવાજને લઇ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો છે. વધુમાં જોઇએ તો શ્રીનગરમાં જે જગ્યાએ હુમલો થયો તે સમગ્ર વિસ્તાર ભીડભાડવાળો વિસ્તાર છે. પોલીસ સ્ક્વોડ પર હુમલા બાદ તરત જ નજીકનાં કેમ્પસમાંથી પોલીસ અને સેનાનાં જવાનોને ઇમરજન્સીમાં હાજર કરી દેવામાં આવ્યાં. રિપોર્ટ્સ અનુસાર જોઇએ તો આતંકવાદીઓ આત્મઘાતી હુમલાનાં રૂપમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપવાનાં હતાં.

પંથા ચોકની આસપાસ ઘણી એવી બધી ઇમારતો છે કે જ્યાં હજી પણ આતંકવાદીઓ છુપાયા હોવાંની સંભાવના છે.

 

You might also like