J&K: ગાંદેરબલમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઘેરાયાં

જમ્મુ-કશ્મીરઃ ગાંદેરબલ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ છે. એકથી બે આતંકીઓનાં ફસાયા હોવાની સૂચના મળી છે. સુરક્ષાદળોએ આ વિસ્તારની નાકાબંધી કરી દીધી છે. ગંદરબલ જિલ્લાનાં શુહમા ક્ષેત્રમાં આ એન્કાઉન્ટર ચાલી રહેલ છે. ખુદને ઘેરાયેલા દેખીને આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું. જેનો મુંહતોડ જવાબ આપતા સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી. સોમવારનાં રોજ બપોરથી જ આ અથડામણ શરૂ છે.

દક્ષિણી કશ્મીરનાં શોપિયાં જિલ્લામાં શનિવારનાં રોજ અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનનાં બે આતંકીઓને ઠાર કરી દેવાયા હતાં. બીજા આતંકીનાં શવને રવિવારનાં રોજ સર્ચ ઓપરેશન દરમ્યાન જપ્ત કરી લેવામાં આવ્યું. આ પહેલા શનિવારનાં રોજ મોડી સાંજનાં એક આતંકવાદીનાં શવને જપ્ત કરવામાં આવ્યું હતું.

આની પાસેથી એક એકે-47 રાયફલ મળી આવી હતી. ઠાર કરી દેવાયેલા બંને આતંકીઓમાંથી એકની ઓળખ મોહમ્મદ ઇરફાન ભટ અને બીજાની શાહિદ મીર તરીકે કરવામાં આવી. બે અન્ય આતંકવાદી મોકાથી ભાગવામાં સફળ રહ્યાં.

પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે શનિવારનાં રોજ સાંજે સેનાને શોપિયાંનાં ખુદપોરા ગામમાં આતંકીઓનાં છુપાયેલા હોવાંની સૂચના મળી આવી. ત્યાર બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઘેરાબંધી સખ્ત હોવાનું જોઇને આતંકીઓએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જ્યાર બાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. જેમાં બે આતંકીઓ ઠાર કરી દેવાયાં.

પોલીસનાં જણાવ્યાં અનુસાર ઇરફાન છેલ્લાં વર્ષે આતંકી સંગઠનમાં શામેલ થયા હતાં. જ્યારે શાહિદ 2004માં આર્મ્સનાં એક મામલામાં હતાં. મોકાને ધ્યાને રાખીને હથિયાર અને ગોળાબારૂદને પણ જપ્ત કરી લેવામાં આવ્યાં. કેસ દાખલ કરીને બાદમાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી. સ્થાનીય લોકોનું કહેવું એમ છે કે શાહિદ મીર એક સામાન્ય નાગરિક છે કે જે ક્યારેય આતંકી સંગઠનમાં શામેલ નથી થયેલ.

You might also like