જમ્મુ-કશ્મીરમાં અપહરણ કરાયેલ જવાનની હત્યા, આતંકીઓએ કર્યું હતું અપહરણ

જમ્મુ-કશ્મીરઃ રાજ્યમાં ફરી વાર આતંકીઓએ એક જવાનનું અપહરણ કર્યું હતું. પુંછ જિલ્લામાં ફરજ બજાવતા રાયફલમેન ઔરંગઝેબનું અપહરણ કરવામાં આવ્યું હતું. રાયફલમેન ઔરંગઝેબ ઈદની રજાઓ લઈને પોતાનાં ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે તેઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન હાથ ધર્યું હતું તેમાં રાયફલમેન ઔરંગઝેબ મેજર શુક્લા સાથે હતાં. જો કે મહત્વનું છે કે પુલવામામાંથી આ જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. શોપિયામાંથી ઓરંગઝંબનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આતંકીઓએ અપહરણ કરીને તેની હત્યા કરી નાખી છે.

ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતું અને તેઓ પુંછનાં જ રહેવાસી છે. જ્યારે તેઓ પ્રાઈવેટ વાહનમાં શોપિયા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે આતંકીઓએ કલમપોરા પાસે તેમનાં વાહનને રોક્યું હતું અને અપહરણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં ગયા એપ્રિલ મહિનામાં સુરક્ષાબળો અને પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓ ઠાર થયાં હતાં. જેમાં હિઝબુલ મુઝાહીદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઈગરનો પણ સમાવેશ હતો.

મહત્વનું છે કે આ ઉપરાંત દક્ષિણ કાશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓએ બુધવારે મોડી રાતે એક પોલીસ ઓફિસર તથા તેમની બહેનનું પણ તેમનાં જ ઘરેથી અપહરણ કર્યું હતું. બાદમાં પોલીસ ઓફિસર પર જીવલેણ હુમલો કરીને છોડી દેવાયાં હતાં.

તો તેમને શોધવા માટે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકીઓએ બુધવારે મોડી રાતે પુલવામાંથી પોલીસ ઓફિસર મોહમ્મદ ઈશ્ક અહમદ નામનાં એક સ્પેશિયલ ઓફિસર અને તેમની બહેનનું ઘરેથી અપહરણ કર્યું હતું.

જેથી પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું હતું. આતંકીઓએ આ પોલીસ ઓફિસર પર પણ જીવલેણ હુમલો કર્યો હતો જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે શોપિયા ખાતે મોકલી દેવાયાં હતાં.

બાદમાં તેમની હાલત ગંભીર લાગતાં શ્રીનગર ખાતે તેઓને સારવાર માટે ખસેડાયાં હતાં. આ હુમલામાં પોલીસ ઓફિસરની બહેનને પણ ગોળી વાગી છે. જેથી તેમને શોપિયાંમાં સારવાર માટે ખસેડાયાં છે.

You might also like