AAPને લોકપાલ મુદ્દે ચર્ચા કરવા ભૂષણનો ખુલ્લો પડકાર

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીનાં 2015 દિલ્હી જનલોકપાલ બિલનાં મુદ્દે આપને પડકાર ફેંકતા પાર્ટીમાંથી હાંકી કઢાયેલા નેતા પ્રશાંત ભૂષણે અરવિંદ કેજરીવાલને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. ભૂષણે રવિવારે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સરકારની તરપતી કરવામાં આવી રહેલા દાવાઓથી ઉલક પ્રસ્તાવિત વિધેયક 2014નાં વિધેયકથી સંપુર્ણ રીતે અલગ જ છે.
સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકિલ ભૂષણે દાવો કર્યો કે 2015નાં વિધેયક લોકપાલની નિયુક્તિ અને તેને હટાવવા માટે સરકારની દખલ અંદાજીવધી છે. જેનાં હેઠળ તે પોતાનાં હેઠળ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને પણ લાવે છે. તે ઉપરાંત તેમાં અન્ય પણ પ્રત્યક્ષ મતભેદો છે. સ્વારાજ અભિયાન નેતા પ્રશાંત ભૂષણનાં દાવાઓને ધ્યાનમાં રાખીને આપે તેમનાં પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો કે તેમનો પ્રહાર પરથી જ ખ્યાલ આવે છે કે ભાજપ અને તેમની વચ્ચે ગઠબંધન છે.
જો કે આપમાંથી હાંકી કઢાયેલા ભૂષણે આ દાવા બાદ ભડકીને કેજરીવાલની તુલનાં હિટલરના સમયમાં મંત્રી રહેલ જોસેફ ગોયબલ્સ સાથે કરી હતી. ભૂષણે સાથે સાથે દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલને પણ ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર આ વિધેયક સોમવારે રજુ કરવાની છે.
તેમણે દિલ્હી જનલોકપાલ 2014, ઉતરાખંડ લોકાયુક્ત વિધેયક, કેન્દ્રનાં લોકપાલ કાયદા અને ટીમ અન્નાનાં જનલોકપાલ મુસદ્દા સહિત ઘણા લોકપાલ વિધેયકો અને કાયદાઓને એક તુલનાત્કમ અભ્યાસ રજુ કરતા કહ્યું કે દિલ્હીની હાલની કેબિનેટ દ્વારા પસાર કરાયેલ વિધેયક સૌથી બદતર છે.

You might also like