સલમાન ખાન સાથેના સંબંધ પર લુલિયાએ તોડ્યું મૌન

મુંબઇ: ઘણા સમયથી લુલીયા વંતુરનું નામ સલમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. હવે આ મુદ્દે લુલીયાએ મૌન તોડ્યું છે. લુલીયાને કથિત રીતે સલમાન ખાનની ગર્લ ફ્રેન્ડ માનવામાં આવે છે. નોંધનીય છે કે સલમાન ખાન તેને કેટલાક સમયથી ડેટ કરી રહ્યો છે. પરંતુ લુલીયા વંતુરે હવે મૌન તોડી દીધું છે. આ બાબતે સ્પષ્ટતા આપતાં લુલિયાએ કહ્યું છે કે, સલમાન ખાન સાથે તેનો સબંધ માત્ર સારી મિત્રતાનો છે. તેનાથી વધારે તેમની વચ્ચે કંઇજ નથી. આ વાત લુલીયાએ મ્યૂઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયા સાથે પોતાનાં ડેબ્યુ હિન્દી આલ્બમનાં લોન્ચિંગ પર કહી હતી.

લુલીયાએ સલમાન સાથે સબંધિત દરેક સવાલનો જવાબ પ્રેમથી, હસીને તેમજ સંયમથી આપ્યો હતો. સલમાન સાથે પોતાની રિલેશનશિપને લઈને પૂછવામાં આવેલ સવાલ પર લુલીયાએ જણાવ્યું હતું કે, તે મારા ઘણા જ સારા મિત્ર છે. તેનાથી વધારી હું શું કહી શકું? જે પણ તેને મળે છે, તે તેનાં સારા મિત્ર બની જાય છે. તેમની પાસે ખૂબ જ પ્રેમભર્યું દિલ છે અને તે બધાનું સ્વાગત કરે છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે છે હું તેમના વિશે શું વિચારું છું.

સલમાન સાથે લુલીયાનાં લગ્નને લઈને ચાલી રહેલ અફવાઓ વિશે તેણીએ કહ્યું કે, જેવી રીતે મેં કીધું કે અમે સારા મિત્ર છીએ. તેનાથી વધારે હું શું કહી શકું? મારા મનમાં તેમના માટે ઘણું જ સમ્માન છે. તેમના લીધે હું ભારતને મળી શકી અને મને આ દેશ સાથે પ્રેમ થયો, નાનપણથી જ હું અહીંયા આવવા માંગતી હતી. કારણ કે, મેં ઘણી બધી વાર્તાઓ વાંચી છે. અહિયાં આવીને હું મોહિત થઇ છું. સાચા સમયે હું અહિયાં પહોંચી ગઈ છું.

લુલીયાએ મ્યૂઝિક પ્રતિ પોતાના પેશન વિશે વાત કરી. તેણીએ જણાવ્યું છે કે, કઈ રીતે મ્યૂઝિકનાં લીધે તે સલમાન અને ભારત સાથે જોડાઈ છે. તેરી મેરીનાં રોમાનિયન વર્ઝન સલમાન ખાનને ખુબ જ ગમ્યું જેનો હિમેશે બોડીગાર્ડમાં ઉપયોગ કર્યો હતો. સલમાને લુલીયાનો પરિચય હિમેશ સાથે કરાવ્યો. ત્યાર બાદ બંનેએ સાથે ‘આપ સે હે મૌસિકી’ આલ્બમ બનાવ્યો. જોકે સંગીતને પ્રોફેશન બનાવવાનો લુલીયાનો કોઈ પ્લાન નથી. તેણીએ કહ્યું કે, મને મ્યૂઝિક અને સિંગિંગ સાથે લગાવ છે પરંતુ તેમાં કરિયર બનાવવાનો મારો કોઈ પ્લાન નથી.

You might also like