ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલા મુસ્લિમ વોટના ધ્રુવીકરણના પ્રયત્નો નિષ્ફળ

લખનઉ: મુસલમાન એકતાના નામ પર યુપીની નાની નાની રાજકીય મુસ્લિમ પાર્ટીઓ માંડ માંડ એક થઇ હતી અને તેને ઇત્તેહાક ફ્રન્ટ નામ આપ્યું હતું. હવે તેમાં સતત તિરાડ પાડવા લાગી છે. મુસલમાનો માટે એક અલગ ફ્રન્ટ બનાવીને રાજનીતિની નવી ચાલ બનાવવાના પ્રયોગનો હેતુ ધર્મના નામ પર રાજકીય ધ્રુવીકરણ કરવાનો હતો. આ પ્રયોગ હકીકતમાં બદલાય તે પહેલા જ તેમાં અવરોધ આવવા લાગ્યા છે.

યુપીના મુસ્લિમ મતદાતા ભાજપના મુકાબલામાં હાલમાં કોઈ નવા પ્રયોગને અજમાવવા નથી ઈચ્છતા. ત્યારે ફ્રન્ટમાં સામેલ નાની પાર્ટીઓ પણ સમાજવાદી પાર્ટી જેવી મોટી પાર્ટીઓની ઓફર પણ ઠુકરાવી નથી શકતી. પહેલા સીમિત આધારવાળી મુસ્લિમ લીગ ફ્રન્ટમાંથી અલગ થઇ અને હવે મુસ્લિમ મજલિસ પણ ફ્રન્ટથી અલગ થઈ ગઈ છે.

ઇત્તેહાદ ફ્રન્ટમાં સામેલ પાર્ટીઓમાં પીસ પાર્ટી, ઇન્ડિયન નેશનલ લીગ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, વેલફેયર પાર્ટી ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સિલ, સોશિયલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, મુસ્લિમ મજલિસ, મુસ્લિમ લીગ, પરચમ પાર્ટી અને ઇત્તેહાદ.એ.મિલ્લત પણ પ્રમુખ પાર્ટી હતી.

ફ્રન્ટના નેતાઓએ દાવો કર્યો કે, અસરુદ્દીન ઓવૈસીની પાર્ટી સહીત મુસલમાનોની રાજનીતિ કરનાર કેટલી અન્ય પાર્ટીઓ સાથે પણ વાત ચાલી રહી છે. જલ્દીથી તેમનું ફ્રન્ટ વધારે મજબુત થઈને ઉભરશે. પરંતુ ન તો ઓવૈસીની પાર્ટી તેમાં સામેલ ન થઇ અને ન તો કોમી એકતા દળનું સમાજવાદી પાર્ટી સાથે જવું લગભગ નકી થઇ ચુક્યું છે.

આ પાર્ટીમાં ફક્ત પીસ પાર્ટીના જ એક ધારાસભ્ય છે. પીસ પાર્ટીના પ્રમુખ ડોક્ટર અયુબ ખલીલાબાદથી ધારાસભ્ય છે. તેમનું પૂર્વાચલના કેટલાક જીલ્લામાં પકડ છે. ત્યારે અન્ય પાર્ટીઓ આ વખતે ચૂંટણી લડશે, પરંતુ ફ્રન્ટ વિખેરાઈ જવાથી તેના પર અસર પડવાનું નક્કી છે.

You might also like