જયલલિતાની ભત્રીજીએ શશિકલાની આકરી ઝાટકણી કાઢી : અમ્માનું મોત પ્રાકૃતિક નહી

ચેન્નાઇ : તમિલનાડુનાં પુર્વ મુખ્યમંત્રી જયલલિતાનાં મૃત્યુ બાદ તેમની સહયોગી શશિકલા નટરાજનને મુખ્યમંત્રી બનાવવાનાં નિર્ણયનો હાલ વિવાદ પેદા થઇ ગયો છે. મંગળવારે જયલલિતાની ભત્રિજી દીપા કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી શશિકલાની વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો. દીપાએ આરોપ લગાવ્યો કે 33 વર્ષ સુધી કોઇ વ્યક્તિની સાથે રહેવું તે મુખ્યમંત્રી પદની યોગ્યતા નથી.

દીપાએ આરોપ લગાવ્યો કે જયલલિતાનું મોત પ્રાકૃતિક નથી.દીપા કુમારે મંગળવારે શશિકલા પર નિશાન સાધતા કહ્યું કે તેમનો મુખ્યમંત્રી બનવાનો નિર્ણય દુખદ છે. લોકોએ તેમને મત નહોતો આપ્યો. દીપાએ કહ્યું કે લોકો શશિકલાથી ડરે છે પરંતુ તેમને ડર નથી લાગતો.

દીપાએ કહ્યું કે તમિલનાડુમાં અફરા તફરીનો માહોલ છે, લોકો ખુબ જ ચિંતિત છે. દીપા જયકુમારે એકવાર ફરીથી જયલલિતાની મૃત્યુનાં મુદ્દે સવાલો પેદા કર્યા હતા. જયલલિતાની ભત્રીજીએ કહ્યું કે તે પહેલા દિવસથી જ અપોલો હોસ્પિટલમાં માંગ કરી રહ્યા હતા કે તેમને અંદર જવા દેવામાં આવે.

You might also like