આજના દિવસે કરો આ કામ ક્યારેય નહીં સર્જાય પૈસાની તંગી

ધનની આવશ્યકતા કોને ન હોય? જો માણસને ધનની કમી હોય તો નાનામા નાની ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. માણસ નોકરી ધન કમાવવા માટે જ તો કરતો હોય છે. પરંતુ આ પૈસા કાંતો પાણીની જેમ વહી જાય છે કાં પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે, અને પછી અંતમા તમે એવું જ વિચારો છો કે પૈસા બચી શકે અને આર્થિક સ્થિતિ સુધરે તે માટે શું કરવું જોઇએ?

માત્ર ઇચ્છા રાખવાથી જ ધન મળી નથી જતું તેના માટે મહેનતની સાથે સાથે ધનના દેવી મા લક્ષ્મીને પણ પ્રસન્ન કરવા પડે છે. મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે અને શુક્રવારે એમના આ ખાસ ઉપાય કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થતાં હોય છે અને ઘરમાં ધનની વર્ષા કરે છે, માટે જ લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે, એમને શુક્રવારે મા લક્ષ્મીની પૂજાની સાથોસાથ આ ઉપાયો પણ કરવા જોઇએ.

મા લક્ષ્મીનો મંત્ર:
શુક્રવારે વહેલી સવારથી જ મા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો શરૂ કરી દો. આની સાથે જ તમારા ઘરના મંદિરમાં ઘીનો દિવો પ્રગટાવો અને પછી મા લક્ષ્મીની સામે બેસીને 108 વખત ‘ॐ શ્રીં શ્રીયે નમઃ’નો જાપ કરો.

મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો:
મા લક્ષ્મની પૂજા-અર્ચના કરે અને આની સાથે જ ઘરના મુખ્ય દરવાજા પર હળદળ અને પાણીનો છંટકાવ કરો. જો તમને આ ઉપાય કરવામાં કોઇ સમસ્યા સર્જાય તો મુખ્ય દરવાજા પર એક લોટો પાણી નાખી શકો છો.

ઉપવાસ કરો:
ધન પ્રાપ્તિ માટે શુક્રવારે ઉપવાસ રાખો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. સતત ત્રણ શુક્રવાર સુધી ભૂલ્યા વિના આ ઉપાય અજમાવવા.

પીપળાના વૃક્ષની પૂજા:
ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે તે માટે પીપળાના વૃક્ષના છાયામાં ઉભા રહીને ત્રાંબાના વાસણ વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેળવીને પીપળાના થડમાં આ પાણી ચઢાવો. આવું કરવાથી મા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહેશે.

You might also like