દરિયા પર બનેલા દેશના આ સૌથી ખતરનાક પુલની કોઇ દિવસ કરી છે સફર?

આપણે દરેક લોકાએ ટ્રેનમાં સફર કરીને મજા લીધી હશે, અને ટ્રેનમાં બેસીને આજુબાજુના વાતાવરણ અને માહોલને માણવાની જ મજા કંઇક અલગ છે. ઘણા વખત ટ્રેન પુલ પરથી પસાર થતી હોય અને આજુબાજુ દરિયો કે નદી હોય તો આપણને બીક લાગી જાય છે. કોઇ દુર્ઘટના ના બને એટલા માટે આંખો બંધ કરીને કેટલાક પ્રાર્થના પણ કરે છે. તો આજે અમે ભારતના એવા પુલની વાત કરીએ છીએ જ્યાં દુર્ઘટના નહીં પરંતુ ભીષણ દુર્ઘટનાનો અંદેશો બનેલો રહે છે એટલા માટે કદાચ એને ભારતનો સૌથી ખતરનાક પુલ કહેવામાં આવે છે. પરંતુ એવું કહેવાય છે ને કે ડરમાં પણ એક અલગ પ્રકારનો રોમાંચ હોય છે અને એના માટે દીવાના લોકા માટે પામબન પુલથી થઇને પસાર થવું જીવન ભર માટે એક અનોખો અનુભવ હશે.

આ પુલ જ અનોખો છે, તમિલાનાડુમાં સ્થિત આ ભારતનો એવો પુલ છે જે દરિયાની ઉપર બનેલો છે અને સાથે પ્રકૃતિની સુંદરતાને પોતાનામાં સમાવી દે છે. એવું કહી શકાય કે આ પ્રકૃતિ અને ટેકનીકનો બેજોડ મેળ છે.

train

આ પુલ ઐતિહાસિક પણ છે, પામબન પુલનું નિર્માણ બ્રિટીશ રેલ્વે દ્વારા 1885માં શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિટિશ એન્જીનિયરોની ટીમના નિર્દેશનમાં ગુજરાતના કચ્છથી આવેલા કારીગરોની મદદથી એને ઊભો કરવામાં આવ્યો હતો અને 1914માં એનું નિર્માણનું કામ પૂરું થયું. એટલે કે આ 100 વર્ષ જૂનો પુલ થઇ ગયો છે, પરંતુ હજુ એવોને એવો જ છે.

આ પુલ વચ્ચેથી ખુલે છે, જો કે ક્રોકિટના 145 થાંભલા પર ટકેલો આ પુલને દરિયાના મોજા અને તોફાનોથી જોખમ રહે છે. સૌથી પહેલા આ દેશનો સૌથી મોટો પુલ ગણાતો હતો જેની લંબાઇ 2.3 કિમી છે. પરંતુ હવે મુંબઇ બાંદ્રા કુર્લા સૌથી મોટો પુલ છે.

train-1

તામિલનાડુનો આ પુલ રામેશ્વરમ થી પામબન દ્વીપને જોડે છે. એવામાં જો તમે રામેશ્વરમ જવા માંગો છો તો તમારી સફરને રોમાંચક બનાવવા માટે પામબન પુલથી પસાર થઇને જઇ શકો છો. દરિયાના મોજાની વચ્ચે સફરની રોમાંચ માત્ર એની કલ્પના કરીને જોશો તો તમને જરૂરથી રોમાંચ અનુભવાશે.

train--2

You might also like