સી ટુ ડીની ૧૪,૦૦૦ બેઠક માટે ૩૦મીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

અમદાવાદ: અાઈટીઅાઈ, ટેકનિકલ પરીક્ષા બોર્ડ તેમજ ઈન્ડો જર્મન ટૂલ રૂમના માન્ય સર્ટિફિકેટ ધારકોને ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમના બીજા વર્ષમાં સીધો પ્રવેશ એટલે કે સી ટુ ડીની 14, 000 બેઠક ઉપર પ્રવેશ મેળવવા માટે અાગામી તા. 30 મેથી એસીપીડીસી દ્વારા અોનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં અાવશે.

રાજ્યની ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં સીધા બીજા વર્ષ (ત્રીજા સેમેસ્ટર)માં પ્રવેશ માટે ધો. 10 પાસ કરેલા અને નેશનલ સર્ટિફિકેટ ફોર વોકેશનલ ટ્રેઈનિંગ (એનસીવીટ‍ી) અથવા ગુજરાત સર્ટિફિકેટ ફોર વોકેશનલ ટ્રેનિંગ (જીસીવીટી) અથવા ટેકનિકલ પરીક્ષા બોર્ડ તેમજ ઈન્ડો જર્મન ટૂલ રૂમ (અાઈજીટીઅાર) દ્વારા માન્ય બે વર્ષના સર્ટિફિકેટ કોર્સ તેમજ એસએસસી (ધો.10) ગણ‍િત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ‍ઉત્તીર્ણ થયેલા હોય તેવા ઉમેદવારો માટે ડિપ્લોમા ઈજનેરીના સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ્સ, ઈ.સી., કમ્પ્યૂટર જેવા વિવિધ અભ્યાસક્રમોમાં સીધા બીજા વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (એસીપીડીસી) દ્વારા અાગામી તા.30 મેના રોજથી અોનલાઈન પ્રવેશની પ્રક્રિયા શરૂ કરાશે.

જે તા. 4 જૂન સુધી ચાલશે. અા માટે દેના બેન્કની 56 બ્રાન્ચમાં નિયત રૂ. 250ની ફી ભરીને બુકલેટ અને પિન નંબર મેળવી શકાશે. અા ઉપરાંત વિદ્યાર્થીઅોને ફોર્મ ડાઉનલોડ કરવા અને તેને ભરીને અપલોડ કરવા માટે એસીપીડીસી દ્વારા 50થી વધુ હેલ્પ સેન્ટરો બનાવાયાં છે. અા હેલ્પ સેન્ટર ખાતેથી જ ફોર્મ ડાઉનલોડ અને અપલોડ કરવાની સુવિધા વિના મૂલ્યે રાખવામાં અાવી છે તેમજ પ્રવેશ અંગેની માહિતી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં અાવી હોવાથી તેનો લાભ લેવા વિદ્યાર્થીઅોને અપીલ કરાઈ છે.

અા કો્ર્સીસ માટે ગત વર્ષની કુલ બેઠકની 20 ટકા બેઠક ઉપર અા વર્ષે સી ટુ ડી માટે અંદાજે 14,000 જેટલી બેઠક ઉપર પ્રવેશ અાપવામાં અાવશે. જો કે અા વર્ષે 50 ટકા જેટલી બેઠકો ભરાય તેવી સંભાવના એસીપીડીસીનાં સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં અાવી છે.

You might also like