વરસાદમાં આવનારી ખણથી મેળવો છુટકારો

વરસાદ એક બાજુ સારી સિઝન છે તો બીજી બાજુ કેટલીક તકલીફ પણ આપે છે. વરસાદના દિવસોમાં કેટલાક લોકોને ખણ આવવાની સમસ્યા પણ રહે છે. આ ખણ વરસાદમાં વરસાદમાં ભીના થવાથી અને જલ્દી કપડાં, વાળ અને શરીર ના સૂકાય તેના માટે થાય છે.

આ ઉપરાંત ખણ આવવાના બીજા કેટલાક કારણો પણ હોઇ શકે છે.
– દવાની ખોટી અસર થવાથી
– ખોટી રીતે સેક્સ સંબંધ બાંધવાથી
– સંક્રમિત જાનવર સાથે સંપર્કમાં આવવાથી
– માથામાં જૂં હોવાને કારણે
– પસીનો થવાને કારણે
– તણાવ હોવાને કારણે

ખણ દૂર કરવાના ઉપાયો
– ટામેટાના મિશ્રણમાં નારિયેલ પાણી મિક્સ કરીને કણ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી ખણ દૂર થાય છે.
– ખણ જો આખા શરીરમાં આવી રહી હોય તો તમે દૂધની મલાઇને ખણ આવે તે જગ્યા પર લગાવો.
– લીમડાંના પાનનો લેપ લગાવવાથી ખણથી છુટકારો મળે છે.
– ખણ આવે તે જગ્યા પર નારિયેળનું તેલ લગાવવાથી આરામ મળે છે.

You might also like