10 પાસ માટે ITBP માં હેડ કોન્સ્ટેબલની ભરતી, 81 હજાર મળશે SALARY

ભારત-તિબ્બેટ સીમા સુરક્ષા દળ (ITBP) માં નવી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યા માટે પસંદગી કરવામાં આવશે. આ જગ્યા માટે પસંદગી પામનાર ઉમેદવારને મોટર મિકેનિક વર્ગમાં નિમણૂક કરવામાં આવશે. જો તમે આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છતા હો તો 31 જાન્યુઆરી 2018 સુધીમાં કરી શકશે.

પદની જગ્યા : હેડ કોન્સ્ટેબલની જગ્યા માટે 60 અને કોન્સ્ટેબલની જગ્યા માટે 181 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

પગાર : હેડ કોન્સ્ટેબલ માટે 25,500થી 81,100 રૂપિયા જ્યારે કોન્સ્ટેબ માટે 21,700 થી 69,100 રૂપિયા પે-સ્કેલ મળશે

યોગ્યતા : હેડ કોન્સ્ટેબલ માટે 12 ધોરણ પાસ અને મોટર મિકેનિક સર્ટીફિકેટ, કોન્સ્ટેબલ માટે 10 પાસ અને આઇઆઇટીઆઇ સર્ટીફિકેટ

ઉંમર : આ જગ્યા માટે 18 થી 25 વર્ષના ઉમેદવાર કરી શકશે

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી પીઇટી અને પીએસટી, લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધારે કરાશે.

અરજી માટે ફી : જનરલ વર્ગ માટેના ઉમેદવારોને 100 રૂપિયા ફી જ્યારે અનામત વર્ગના ઉમેદવાર માટે કોઇ ફી રાખવામાં આવી નથી

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.recruitment.itbpolice.nic.in પર જઇને અરજી કરી શકે છે.

You might also like