માલ્યાને લાવો ત્યાર બાદ જ સુનવણી હાથ ધરાશે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : દેશ છોડીને લંડન ભાગી ચુકેલ દારૂ વેપારી વિજય માલ્યા પર સુપ્રીમ કોર્ટની અવમાનનાં મુદ્દાની સુનવણી અંગે કહ્યું કે તેમના કોર્ટમાં હાજર થયા બાદ જ સુનવણી કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે માલ્યાનાં રજૂ થયા બાદ જ કોર્ટ તેને સજા ફટકારશે. કેન્દ્ર સરકારે આજે માલ્યાને ભારત લાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો અંગે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ પણ દાખલ કર્યું હતું.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને 10 જુલાઇએ રજુ થાનો આદેશ અપાયો હતો. જો કે કોર્ટનાં આદેશનું પાલન નહી કરવા અને કોર્ટમાં ઉપસ્થિતી અંગે અવગણના કરવાનાં મુદ્દે દોષીત સાબિત થથયા હતા. જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અને યૂયૂ લલિતની બેન્ચે આ મુદ્દે વિચાર માટે 14 જુલાઇ નિર્ધારિત કરી હતી. કોર્ટે આ મુદ્દે વિચાર માટે સોલિસિટર જનરલ રંજીત કુમાર પાસે પણ મંતવ્ય માંગ્યું હતું.

માલ્યા એક વર્ષથી બ્રિટનમાં છે. ત્યાં લંડનની કોર્ટમાં તેનાં પ્રત્યાર્પણ મુદ્દે સુનવણી ચાલી રહી છે. હાલમાં જ માલ્યાએ ભારત પરત નહી ફરવા મુદ્દે પોતાનો પક્ષ મુકતા કહ્યું હતું કે, ભારતને જેલોની હાલત ખુબ જ ખરાબ છે. ભારતે બ્રિટન સામે નિવેદન કર્યું છે કે માલ્યાનાં પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી ચાલુ કરવામાં આવે.

You might also like