વિચાર્યું ન હતું તેવું સપનું સાચું પડ્યુંઃ ભૂમિ પેડેનકર

યશરાજ ફિલ્મ્સમાં અાસિસ્ટન્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરતાં કરતાં અા જ બેનરની ફિલ્મ ‘દમ લગા કે હઈસા’માં સંધ્યાનું પાત્ર ભજવીને ચર્ચામાં અાવેલી ભૂમિ પેડેનકર ખૂબ જ ઉત્સાહિત છે, કેમ કે તેની કરિયરની પહેલી જ ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. તેની બીજી ફિલ્મ ‘મન મર્જિયા’ પણ પૂરી થવાની છે. ‘દમ લગા કે હઇસા’નો બીજો પાર્ટ પણ બની શકે છે, પરંતુ અા માટે ભૂમિઅે શરત મૂકી છે કે અાયુષ્માને પોતાનું વજન વધારવું પડશે. પહેલા ભાગમાં મેં મારું વજન વધારીને ૯૦ કિલો કર્યું હતું. હવે મેં વજન ઘટાડીને મારી જાતને ફિટ બનાવી લીધી છે. હવે હું મારું વજન વધારવા ઇચ્છતી નથી, પરંતુ અાયુષ્માન પોતાનું વજન વધારી દે તો સિક્વલમાં હું તેને ઉઠાવીને ભાગી શકીશ.

રાષ્ટ્રીય પુરસ્કારથી પોતાની અાગામી ફિલ્મો પર શું અસર પડી છે તે અંગે વાત કરતાં ભૂમિ કહે છે કે અા પુરસ્કારથી મારો ઉત્સાહ વધ્યો છે. હવે હું વધુ તલ્લીનતા સાથે મારું કામ કરી શકું છું. હવે હું મારા પર્ફોર્મન્સ પર ધ્યાન અાપીશ. હું એવી કલાકાર છું, જે પોતાનું પાત્ર ભજવવા પહેલાં તૈયારી કરવામાં વિશ્વાસ રાખે છે. મારા માટે નેશનલ પુરસ્કાર પ્રેરણાદાયક છે. પહેલી જ ફિલ્મને ફિલ્મફેર બાદ નેશનલ એવોર્ડ મળ્યો તે મારા માટે સારી વાત છે. મારું એક એવું સપનું સાચું પડ્યું, જેની મેં કલ્પના પણ કરી ન હતી. અા બધી બાબતો મારો ઉત્સાહ વધારે છે.

visit:sambhaavnews.com

You might also like