સરકારી નોકરી અપાવવાનું કહીને આબાદ ઠગાઈ, નિવૃત્ત મામલતદારના પુત્ર સહિતના લોકો ચીટરની જાળમાં ફસાયા

અમદાવાદ: સરકારમાં ટોપ સુધી ઓળખ હોવાનું કહીને પોસ્ટ ઓફિસ, બેન્ક સહિત અનેક જગ્યાઓ પર નોકરી અપાવવાનું અને બદલી કરી આપવાનું કહીને ૩.૯૦ લાખ રૂપિયાની છેતર‌િપંડી આચરી હોવાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. નિવૃત્ત મામલતદારના પુત્ર અને તેના સંબંધીઓ પાસેથી ચીટરે નોકરી લાગી હોવાના બોગસ અેપોઇન્ટમેન્ટ લેટર આપીને છેતર‌િપંડી આચરી છે.

ઇસનપુરમાં આવેલ અં‌બિકા ટેનામેન્ટમાં રહેતા અને નિવૃત્ત મામલતદારના પુત્ર અમિતભાઇ રાવલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં છેતર‌િપંડીની ફરિયાદ કરી છે. અમિતભાઇના મોટા બાપુજી ચીમનલાલ કર્મકાંડનું કામ કરે છે. દસ મહિના પહેલાં ચીમનલાલના ઘરે મકાનનું મુહૂર્ત જોવડાવવા માટે ભાવિક ગોવિંદભાઇ શાહ (રહે. ન્યુ મ‌િણનગર) આવ્યા હતા, જ્યાં તેમનો સંપર્ક અમિતભાઇ સાથે થયો હતો.

બીજા દિવસે અમિતભાઇના ઘરે ભાવિક ગયો હતો, જ્યાંં તેને સરકારી નોકરી અપાવવા માટેની વાત કરી હતી. થોડાક દિવસ બાદ ભાવિક પાછો અમિતભાઇના ઘરે ગયો હતો, જ્યાં તેને જણાવ્યું હતું કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસની ભરતી અંગેની જાહેરાત પડી છે, જેનું ઓનલાઇન ફોર્મ ભરી દો અને સીધી નોકરી અપાવી દેવાની વાતચીત કરી હતી. સરકારી નોકરીની લાલચમાં આવીને અમિતભાઇએ ઓનલાઇન ફોર્મ ભરી દીધું હતું. નોકરી અપાવવાના બદલે ભાવિને અઢી લાખ રૂપિયા નક્કી કર્યા હતા, જેમાં અમિતભાઇએ ૧.૧૦ લાખ રૂપિયા આપ્યા હતા.

અમિતભાઇએ તેમનાં સગાંસંબધીઓને પણ સરકારી નોકરી મળી જશે તેવું કહેતાં તેમના ઘરમાં કામ કરતાં સીતાબહેનની પુત્રી કાજલને પણ નોકરી મળી જાય તે માટે ભાવિનને ૪૦ હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ અમિતભાઇના સાળા હા‌િર્દકે પણ પોસ્ટમાં નોકરી મળી જાય તે માટે ૧.૧૦ લાખ રૂપિયા એડ્વાન્સ આપ્યા હતા.

જ્યારે બેન્કમાં નોકરી અપાવવાનું કહીને ભાવિને અમિતભાઇના સાઢુ ભાગ્યેશ દવે પાસેથી ૪૦ હજાર રૂપિયા ખંખેરી લીધા હતા. ભા‌વિને તેમની વાતથી લોકોને એ હદે ઇમ્પ્રેસ કર્યા હતા કે અમિતભાઇના મોટા સાળાની પત્ની દી‌પિકાબહેને પણ એસબીઆઇ બેન્કમાં નોકરી લાગી જાય તે માટે પ૦ હજાર રૂપિયા આપ્યા હતા.

ગુજકેટની પરીક્ષામાં માર્ક્સ અપાવી આપવા માટે તેમજ શિક્ષક તરીકે મનપસંદ જગ્યાએ બદલી કરી આપવા માટે ભા‌વિને દીપેશ અને બીજલબહેન પાસેથી ૩પ હજાર રૂપિયા લીધા હતા. અમિતભાઇના સંબંધીઓએ સરકારી નોકરી તેમજ બેન્કમાં નોકરી લાગી જાય તે માટે ભા‌વિનને અલગ અલગ સમયે ૩.૯પ લાખ રૂપિયા આપ્યા હતા.

રૂપિયા આપ્યા બાદ અમિતભાઇએ ભા‌વિન પાસે એપોઇન્ટમેન્ટ લેટર ક્યારે મળશે તે માટે ઉઘરાણી કરી હતી, જેમાં એપોઇન્ટમેન્ટ લેટર તમારા ઘરે પોસ્ટ મારફતે આવી જશે તેવું ભા‌વિને કહ્યું હતું. થોડાક સમય પછી અ‌િમતભાઇ અને હાર્દિકને પોસ્ટ વિભાગનો કોલ લેટર મળ્યો હતો. કોલ લેટરમાં એક વર્ષ પછી ગાંધીનગર સેક્ટર-૧૧માં આવેલી કલેક્ટર ઓફિસ પાસે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું જણાવ્યું હતું. એક વર્ષ બાદ અમિતભાઇ અને હાર્દિક ઇન્ટરવ્યૂ માટે ગયા, જ્યાં આવી કોઇ નોકરીનાં ઇન્ટરવ્યૂ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

બન્ને જણાને ભા‌વિન પર શંકા જતાં શાહપુર ખાતે આવેલી જનરલ પોસ્ટ ઓફિસમાં લેટર લઇને પહોંચી ગયા હતા, જ્યાં ચીફ પોસ્ટ માસ્તરના સહીવાળો લેટર બોગસ હોવાનું સામે આવ્યું હતું. અ‌િમતભાઇ સાથે ચી‌િટંગ થયાનું માલૂમ પડતાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ભા‌િવન વિરુદ્ધમાં છેતર‌પિંડીની ફરિયાદ કરી હતી.

You might also like