નિષ્ફળતાથી દુઃખી થઈ લાંબો બ્રેક લીધો: દિયા મિર્ઝા

આર. માધવનની ઓપોઝિટ ‘રહના હૈ તેરે દિલ મેં’થી એક્ટિંગ કરિયર શરૂ કરનારી દિયા મિર્ઝાના ખાતામાં ‘પરિણીતા’, ‘બોસ’, ‘દીવાનાપન’, ‘તુમકો ન ભૂલ પાયેંગે’, ‘ફિર હેરાફેરી’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ અને ‘બોબી જાસૂસ’ જેવી ઘણી ફિલ્મો છે.

હવે તે એક લાંબા ગેપ બાદ ‘સંજુ’ ફિલ્મમાં અભિનય કરી રહી છે. તે કહે છે કે સંજય દત્તની બાયોપિકમાં કામ કરીને હું ખૂબ જ ઉત્સાહી છું. કલાકારના રૂપમાં આ ફિલ્મ મને નવી દિશામાં લઇ જઇ શકે છે. મારા માટે આ ફિલ્મનો હિસ્સો બનવું એક મોટી ઉપલબ્ધિ છે. આ પહેલાં દિયાની છેલ્લી ફિલ્મ ‘લવ બ્રેકઅપ જિંદગી’ હતી. તે કહે છે કે ત્યારબાદ મને એવી ફિલ્મોની ઓફર વધુ મળી, જેને જોવામાં મને રસ ન હતો.

મને જે ફિલ્મોની ઓફર મળી તે મને પસંદ ન પડી. હું જે ફિલ્મોમાં મારી જાતને જોવા ઇચ્છતી ન હતી તે ફિલ્મો માટે મેં ઇનકાર કરી દીધો. તેથી આટલો લાંબો ગેપ પડ્યો. મારી ફિલ્મો સતત ફ્લોપ થતી હતી. તેથી દુઃખી થઇને મેં લાંબો બ્રેક લીધો.

મેં નક્કી કર્યું હતું કે હવે એ ફિલ્મમાં કામ કરીશ, જેની સફળતા પર મને ખુદ કોઇ શક નહીં હોય. આવી ફિલ્મની રાહ જોતાં છ વર્ષ વીતી ગયાં ત્યારે રાજુ હીરાનીની ફિલ્મ ‘સંજુ’માં કામ કરવાની ઓફર આવી. ૨૬ વર્ષની થઇ ત્યાં સુધીમાં મેં ૪૫ ફિલ્મમાં કામ કર્યું હતું. મારી કરિયર ચઢાવ-ઉતારવાળી રહી. મારી કેટલીક ભૂલના કારણે મારી ફિલ્મો અસફળ રહી, પરંતુ મારા માટે તે સમય મુશ્કેલીથી ભરેલો હતો. •

You might also like