આઈટી સ્ટાર્ટ-અપ્સ માટે રૂ.રર૦૦ કરોડની નવી યોજના

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ફંડ ઓફ ફંડ્સ નામની એક નવી યોજના જાહેર કરી છે. આ પહેલ પાછળનો હેતુ ઇલેક્ટ્રોનિકસ અને આઇટી સેકટરના સ્ટાર્ટ-અપ્સને મદદ કરવાનો છે. તેનાથી કંપનીઓ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીનું નિર્માણ કરવા માટે સક્ષમ બનશે. સરકાર આ સ્કીમ હેઠળ રૂ.રર૦૦ કરોડનું રોકાણ કરશે.

ઇલેક્ટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇલેક્ટ્રોનિકસ ડેવલપમેન્ટ ફંડ (ઇડીએફ) હેઠળ પ્રોફેશનલ વેન્ચર કેપિટલ ફંડમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે. આ ફંડ સ્ટાર્ટ-અપ્સમાં પૈસા રોકશે એવી માહિતી આઇટી અને કોમ્યુનિકેશન પ્રધાન રવિશંકર પ્રસાદે આપી હતી.

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે ઇડીએફમાં રૂ.રર૦૦ કરોડ સુધીનું રોકાણ કરવાની મર્યાદા નિર્ધારિત કરી છે. આ સ્કીમ ર૦૧૭ના માર્ચ સુધીમાં કાર્યાન્વિત થઇ જશે. જો માર્ચ ર૦૧૭ સુધીમાં રૂ.રર૦૦ કરોડનો ઉપયોગ નહીં થઇ શકે તો આ સ્કીમની સમયમર્યાદા વધારવામાં આવશે.

You might also like