આઈટી સેક્ટરમાં ચાલુ વર્ષે ૨.૫ લાખ નવી નોકરીઓ ઊભી થશે

મુંબઇ: ઇન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં નવી નોકરીઓ ઊભી થશે. દેશની કંપનીઓ ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઉપર ભાર મૂકી રહી છે ત્યારે આ સેક્ટરમાં ચાલુ વર્ષે ૨.૫ લાખ નવી નોકરીઓ ઊભી થવાનું અનુમાન છે.
નોકરી સંબંધી સેવાઓ પૂરી પાડતી ટીમલીઝ સર્વિસીઝના જણાવ્યા અનુસાર સરકારના ડિજિટલ ઇન્ડિયા સહિત આઇટી સંબંધિત અન્ય અભિયાનના કારણે નવી નિયુક્તિમાં તેજી આવવાની સંભાવના છે. કંપનીના કહેવા પ્રમાણે ઇન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં પાછલાં વર્ષે ૧૨ ટકા વૃદ્ધિ જોવાઇ હતી. ચાલુ વર્ષે આ સેક્ટરમાં ૧૪થી ૧૬ ટકા વૃદ્ધિ જોવાવાનું અનુમાન છે.

You might also like