આઈટી સેક્ટર મંદીમાં!

મુંબઇ: દેશની આઇટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસએ ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝ વધુ એક વાર મંદીમાં આવવાની ચેતવણી આપી છે. ટીસીએસનું કહેવું છે કે ખાસ કરીને બેન્કિંગ અને નાણાકીય સેક્ટરમાં ખર્ચમાં ઘટાડો કરતાં તેની સીધી અસર આઇટી ઇન્ડસ્ટ્રીઝ ઉપર પડી શકે છે. નોંધનીય છે કે ટીસીએસની ચેતવણીથી આઇટી શેરમાં ગાબડાં પડ્યાં છે.
ગઇ કાલે સેન્સેક્સમાં ૭.૩૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. તેમ છતાં ટીસીએસ કંપનીના શેરમાં ૫.૧૪ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

દરમિયાન બેન્ક ઓફ અમેરિકા-મેરિલ લિન્ચે એક રિપોર્ટમાં કહ્યું છે કે બ્રેક્ઝિટના કારણે આઇટી ઇન્ડસ્ટ્રીઝ ઉપર ભવિષ્યમાં સીધી નકારાત્મક અસર પડશે. યુબીએસ અને આરબીએસ જેવી નાણાં સેવા આપતી સંસ્થાઓએ ખર્ચમાં ઘટાડો કરવાની યોજના બનાવી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૭માં આઇટી સેક્ટરના ગ્રોથ તથા માર્જિન ઉપર પ્રેશર જોવા મળી શકે છે.

એક અઠવાડિયામાં આઈટી શેર તૂટ્યા
ટીસીએસ      – ૭.૪૪ ટકા
ઈન્ફોસિસ     + ૦.૦૨ ટકા
વિપ્રો             – ૨.૦૯ ટકા

You might also like