આજે રાતે ‘સુપર મૂન’ જોવાનો લહાવોઃ આવતી કાલે રંગોત્સવ

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: આજે રાતે ૮.પ૯ કલાક સુધી ભદ્રા હોવાથી હોલિકા દહન રાત્રે નવ પછી થશે સાથે સાથે આજે પૂનમ અને હોળી પર્વની રાત્રે અવકાશમાં અલભ્ય નજારો જોવા મળશે. ૧૯ વર્ષ પછી ફરી એકવાર લોકોને સુપર મૂન જોવા મળશે. ચન્દ્ર પોતાની કલાથી ૧૪ ગણો વધુ મોટો અને ૩૦ ગણો વધુ પ્રકાશિત દેખાશે આવો નજારો ફરી ૧૧ વર્ષ પછી જોવા મળશે. સમગ્ર વિશ્વમાં આજે અને કાલે દિવસ રાત સરખા હશે. જયારે આવતી કાલે રંગોત્સવ અને આનંદોત્સવની ઉજવણી શહેર ભરમાં ધામધૂમથી થશે. અમદાવાદીઓ કાલે ૫૦૦ ટનથી વધુ ગુલાલ ઉડાવીને રંગાઈ જશે.

ચંદ્ર જ્યારે પૃથ્વીથી નજીક આવે ત્યારે સુપર મૂન સર્જાય છે. મોટો અને તેજસ્વી દેખાય છે. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સુપર મૂન થયા હતા. પરંતુ આજે વસંત સંપાત છે. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર વધુ પડશે. જેથી ચંદ્ર ૩૦ ટકા વધુ પ્રકાશિત થશે.

માર્ચ ૨૦૦૦માં આવો સુપર મૂન જોવા મળ્યો હતો. આજે રાત્રે પૃથ્વીથી નજીક ત્રણ માળ ઊંચા મકાન જેટલો લઘુ ગ્રહ પસાર થશે રાત્રે ૩.૨૮ વાગે સૂર્ય પૃથ્વીથી એકદમ નજીક આવશે. ભૂમધ્ય રેખા પરથી પસાર થશે. જેથી વિશ્વમાં તા. ૨૦ અને ૨૧ દિવસ રાત સરખાં હશે. આ ઘટનાને વસંત સંપાત કહે છે.

૨૨મીથી બે મિનિટ દિવસ મોટો હશે. આજે વ્રતની પૂનમ છે. શહેરના કેટલાક મંદિરો સહિત ૧૦૦ થી વધુ સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવશે. જેમાં ગાયનું ઘી, કપૂર, છાણ સહિતની ઔષધિઓની આહુતિઓ અપા.શે તેમાં લાકડાની જગ્યાએ છાણાનો, ગાયના ઘીનો, હવન સામગ્રી,શ્રીફળ અને કપૂરનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત છાણાનો, ગાયના ઘી અને કપૂરનો ધુમાડો હવામાં રહેલા વાયરસને પણ ખતમ કરતો હોવાની માન્યતા છે.

કાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં રંગોના પર્વ ધુળેટીની ઉજવણી થશે. લાલ,પીળા અને વાદળી રંગો આરા લોટમાંથી બને છે જ્યારે ગુલાલ ડોલોમાઈટ પાવડરમાંથી બને છે. દર વર્ષે અમદાવાદીઓ મન મૂકીને ગુલાલ ઉછાળે છે એ માત્ર અમદાવાદમાંજ ૫૦૦ ટનથી વધુ ગુલાલનો ઉપયોગ થશે ગુલાલનો કાચો માલ છોટા ઉદેપુરથી આવે છે જયારે અન્ય રંગો સોલાપુરથી આવે છે હર્બલ કલરના બજારભાવ અત્યારે રૂ ૩૫૦ પ્રતિ કિલોથી વધુ છે તમામ વૈષ્ણવ મંદિરોમાં ફૂલ પત્તી અને ગુલાલથી ધુળેટીની ઉજવણી થશે. શહેરમાં ઠેર ઠેર અવનવી પિચકારીઓનું વેચાણ શરૂ થયું છે. ચૂંટણી નજીક આવતી હોઈને પિચકારીઓને પણ રાજકીય રંગ લાગ્યો છે બજારમાં અત્યારે મોદી ના ફોટાવાળી પિચકારી હોટ ડિમાન્ડમાં છે. આવતી કાલે ધૂળેટીના દિવસે નવરોજ મુબારક હોઈને પારસી સમાજ પણ તેની ધામધૂમથી ઉજવણી કરશે. આમ એક જ દિવસે આવતી કાલે અનેક તહેવારોની ઉજવણી થશે.

You might also like