રિટર્ન ખૂબ જ સરળતાથી ભરી શકાય તેવી પોર્ટલમાં વ્યવસ્થા ઊભી કરવાની કવાયત

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની તમામ પ્રક્રિયા ઓનલાઇન છે. સરકાર જીએસટી નેટવર્ક સરળતાથી ચાલી રહ્યું છે તેવો દાવો કરી રહી છે, પરંતુ જુલાઇ બાદ રિટર્ન ભરવાની મુદતમાં ત્રણ વાર વધારો થઇ ચૂક્યો છે, જોકે ટેક્સ બાર એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે સરકારે આગામી દિવસોમાં જીએસટી રિટર્ન ટેક્સ નિષ્ણાતો વગર ડાયરેક્ટ ભરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરી છે. તેઓના કહેવા પ્રમાણે વેપારીઓ ખરીદ-વેચાણ સહિતના રિટર્ન ખૂબ જ સરળતાથી ભરી શકાય તેવી પોર્ટલમાં વ્યવસ્થા ઊભી કરવા પ્રોસિજર હાથ ધરી છે.

નોંધનીય છે કે ગુજરાત સહિત દેશભરના વેપારીઓને રિટર્ન ભરવા ઊભી થયેલી મુશ્કેલીના પગલે આક્રોશ વ્યાપ્યો છે. આ અંગે દેશની જુદી જુદી વડી અદાલતમાં રિટ પિટિશન પણ થઇ છે.

જીએસટી કાઉન્સિલે તાજેતરમાં જ પોર્ટલની ખામી દૂર કરવા એક કમિટીની રચના કરી છે, જે કમિટી એક રિપોર્ટ તૈયાર કરશે, જેમાં વેપારીઓ ટેક્સ નિષ્ણાતો વગર ડાયરેક્ટ પોતાના રિટર્ન ફાઇલ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની ગતિવિધિ હાથ ધરી છે.

You might also like