તામિલનાડુના ચીફ સેક્રેટરીના નિવાસસ્થાને આઇટીના દરોડા

ચેન્નઈ: ઈન્કમટેક્સ વિભાગે તામિલનાડુના ચીફ સેક્રેટરીને ત્યાં દરોડા પાડ્યા છે. આજે સવારે રાજ્યના ચીફ સેક્રેટરી રામમોહન રાવના અન્નાનગર સ્થિત નિવાસસ્થાને ઈન્કમટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરીને તલાસી લીધી હતી, જોકે હજુ સુધી કોઈ મોટી રકમ મળ્યાની માહિતી બહાર આવી નથી.

તામિલનાડુના ચીફ સેક્ટેરી રામમોહન રાવને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની બે ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૮૫ની બે્નચના આઈએએસ અધિકારી રામમોહન રાવ વિજિલન્સ કમિશનર અને કમિશનર ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના મહત્ત્વના હોદા સંભાળી ચૂક્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્કમટેક્સના દરોડાનું કનેકશન બિઝનેસમેન શેખર રેડ્ડીના ત્યાં પાડવામાં આવેલા દરોડા સાથે હોવાનું બહાર આવ્યું છે. શેખર રેડીને ત્યાં હાથ ધરાયેલ દરોડાની કાર્યવાહીમાં ૧૨૭ કિલો સોનું અને રૂ. ૧૬૬ કરોડનું કાળુ નાણું જપ્ત કરાયું હતું. શેખર રેડ્ડીના મોટા અધિકારીઓ અને રાજકારણીઓ સાથે કનેકશન હોવાનું પણ બહાર આવ્યું છે. આ દરોડા બાદ શેખર રેડ્ડીનું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ બોર્ડનું સભ્યપદ પણ છીનવી લેવામાં આવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like