આઈટી-મેટલ સેક્ટર પ્રેશરમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સાધારણ સુધારાની ચાલ જોવાઇ હતી. બીએસઇ સેન્સેક્સ ૩૬.૭૧ પોઇન્ટના સુધારે ૨૮,૪૦૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૭.૮૦ પોઇન્ટના સુધારે ૮,૭૩૪ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે આઇટી અને મેટલ સેક્ટરમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઇ હતી. બેન્ક શેરમાં પણ નરમાઇ નોંધાઇ હતી.

આજે શરૂઆતે ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૯૨ ટકાનો ઘટાડો જોવાયો હતો. એ જ પ્રમાણે વિપ્રો અને ટીસીએસ કંપનીના શેરમાં પણ ૦.૧૮ ટકાથી ૦.૫૮ ટકા સુધીનો શરૂઆતે ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ સન ફાર્મા કંપનીના શેરમાં ૧.૨૦ ટકાનો અને આઇટીસી કંપનીના શેરમાં ૧.૧૧ ટકાનો ઉછાળો જોવાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડાની ચાલે મેટલ સેક્ટરના શેરમાં પ્રેશર જોવા મળ્યું છે એટલું જ નહીં, ફેડની બેઠક પૂર્વે શેરબજારમાં સાવધાનીભરી ચાલ જોવા મળી રહી છે.

મેટર શેર પીગળ્યા
ટાટા સ્ટીલ                 ૦.૮૨ ટકા
વેદાન્તા                    ૦.૬૬ ટકા
હિંદુસ્તાન ઝિંક          ૦.૩૯ ટકા

You might also like