ડોક્ટર ન બની તો સારું થયુંઃ કંગના રાણાવત

એક પછી એક પોતાની દરેક ફિલ્મથી કંગના રાણાવતે પોતાની અભિનયક્ષમતા સાબિત કરી છે. કામ પ્રત્યે તેની લગન જગજાહેર છે. નાની ઉંમરમાં બોલિવૂડમાં તેને ઓળખ મળી ગઇ. હવે તો તે એવી હીરોઇન બની ગઇ કે જેને ફિલ્મોને હિટ કરાવવા માટે કોઇ હીરોની પણ જરૂર નથી. કંગના એવી અભિનેત્રી છે, જેની કોઇ પણ ફિલ્મ ખાન વગર પણ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લે છે. એવી અભિનેત્રી કે જેણે આજ સુધી બોલિવૂડના કોઇ મોટા ખાન સાથે કામ કર્યું નથી, છતાં પણ તેની ગણતરી બોલિવૂડની સૌથી ટોપ અભિનેત્રીઓમાં થાય છે. આ જ વાત કંગના રાણાવતને બોલિવૂડની ક્વીન બનાવે છે.

કંગનાનાં માતા-પિતા ઇચ્છતાં હતાં કે તે ડોક્ટર બને અને કંગના પણ ડોક્ટર બનવા ઇચ્છતી હતી, પરંતુ ૧૨મા ધોરણમાં તે ફેલ થઇ ત્યારે તેણે વિચાર્યું કે તેને કોઇ અન્ય ફિલ્ડમાં કરિયર બનાવવી પડશે. કદાચ આ જ તેની કિસ્મત હતી. તે બોલિવૂડ પહોંચી અને સંઘર્ષના દમ પર તેણે પોતાનો અલગ મુકામ બનાવ્યો. કંગનાએ જાહેરાત કરી છે કે ખૂબ જ જલદી તે ફિલ્મ નિર્દેશનમાં પણ હાથ અજમાવશે. તે ફિલ્મ એક બાયોપિક હશે. આ નવા કામ માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તે કહે છે કે હું એક પગલું વધુ આગળ વધવા ઇચ્છું છું. હું એક બાયોપિકનું નિર્દેશન કરવા માગું છું.

http://sambhaavnews.com

You might also like