ITમાં ૨.૨૬ કરોડ રેકોર્ડબ્રેક ઈ-રિટર્ન ફાઈલ થયાં

મુંબઈ: ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ૧૪,૩૩૨ કરોડનો ૫૪ લાખ ટેક્સ રિફંડ ઓર્ડર જારી કર્યો છે, જેમાં ત્રણ હજાર કરોડની કિંમતના ૨૧ લાખ રિફંડ ઓર્ડર તો નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના છે. ઉલ્લેખનીય છે કે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પ ઓગસ્ટ હતી.

આવકવેરા વિભાગના જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે પ ઓગસ્ટ સુધીમાં ૨ કરોડ ૨૬ લાખ લોકોએ ઈ-રિટર્ન ફાઇલ કર્યું છે. નોંધનીય છે કે ૨૦૧૫-૧૬માં માત્ર ૭૧ લાખ લોકોએ પોતાનું ઈ-રિટર્ન ફાઇલ કર્યું હતું. નાણાં વિભાગના જણાવ્યા પ્રમાણે ઈ-રિટર્ન ફાઇલ કરવામાં ૯.૮ ટકાનો ગ્રોથ જોવાયો છે. આ વખતે ઈ-વેરિફિકેશનની સુવિધાના કારણે રિફંડ પણ ઝડપી મેળવવા સરળ બન્યાં છે. વિભાગના જણાવ્યા પ્રમાણે પ ઓગસ્ટ સુધીમાં ૭૫ લાખ લોકોએ આઈટી રિટર્નને ઈ-વેરિફિકેશન કર્યું હતું.

You might also like