100 વર્ષ બાદ આવ્યુ કરવા ચોથનો આવો મહાસંયોગ

અમદાવાદ : 100 વર્ષ બાદ કરવા ચોથનો મહાસંયોગ સર્જાઇ રહ્યો છે. આ વખતે બુધવારે મનાવાઇ રહ્યો છે. બુધવારે શુભ કાર્તિક માસ અને રોહિણી નક્ષત્ર છે. આ દિવસે ચંદ્રમા પોતાના રોહિણી નક્ષત્રમાં રહેશે. આ દિવસે બુધવાર છે અને બુધ કન્યા રાશિમાં રહેશે. આ દિવસે ગણેશ ચતુર્થી અને કૃષ્ણજીની રોહિણી નક્ષત્ર પણ છે. બુધવારે ગણેશજી અને કૃષ્ણજી બંન્નેનો દિવસ છે. આ અદ્ભુત સંયોગ કરવા ચોથના વ્રતને વધારે શુભ અને ફળદાયી બનાવશે. આ દિવસે પતિની લાંબી ઉંમર સાથે સંતાન સુખ માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે.

આ વર્ષે બુધવારે કરવાચોથ પર 100 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. જ્યોતીષના જાણકારોના અનુસા આ વખતે કરવાચોખનું એક વ્રત કરવાથી 100 વ્રતનું વરદાન મળી શકે છે. ચાર સંયોગ આ વખતેકરવા ચોથને ખાસ બનાવી રહ્યા છે. બુધવારે 19 ઓક્ટોબરે ચન્દ્રમા વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્ર એક સાથે રહેશે. તે પહેલા આ પ્રકારનો સંયોગ 1916માં નિર્માણ પામ્યો હતો. ત્યારે કરવા કર ચાર મહાસંયોગ એક સાથે બન્યા હતા. આ અદ્ભુત સંયોગ કરવા ચોથના વ્રતને શુભ અને ફળદાયી બનાવી રહ્યા છે.

કરવાચોથની પુજા માટેનો સમય એક કલાક અને 13 મિનિટ છે. કરવાચોથની પુજાનો સમય સાંજે 6 વાગ્યે ચાલુ થશે. સાંજે 7 વાગીને 14 મિનિટે કરવા ચોથ પુજા કરવાનો સમય પુરો થશે. ચંદ્ર ઉદયનું મુહર્ત રાત્રે 8 વાગીને 29 મિનિટ છે.

You might also like