ઇસ્તામ્બુલમાં આત્મઘાતી હૂમલો : 4 લોકોનાં મોત 20 ઘાયલ

ઇસ્તામ્બુલ : તુર્કીનાં ઇસ્તામ્બુલ શહેરમાં થયેલા આત્મઘાતી હૂમલામાં હૂમલા સહિત 4 લોકોનાં મોત નિપજ્યા હતા. સમાચારો અનુસાર આ આત્મઘાતી હૂમલામાં 20 લોકો ઘાયલ થયા હોવાનાં સમાચાર છે. ઇસ્તિકલાલ સ્ટ્રીટ નામનાં જે સ્થળ પર આ હૂમલો થયો ત્યાં શનિવાર અને રવિવારે મોટા પ્રમાણમાં ભીડ થતી હોય છે. હૂમલા બાદ પોલીસે આ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે રાજધાની અંકારામાં ગત્ત રવિવારે થયેલા હૂમલામાં 37 લોકોનાં મોત નિપજ્યા હતા. કુર્દીશ કટ્ટરવાદી સંગઠનો દ્વારા આ હૂમલાની જવાબદારી લીધી હતી. જો કે હજી સુધી ઘટનાં અંગેની ચોક્કસ માહિતી મળી શકી નથી.

You might also like