અભિનેત્રી રાખી સાવંત વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરાયું

લુધિયાણા: પંજાબની લુધિયાણાની એક અદાલતે મહર્ષિ વાલ્મીકિ વિરુદ્ધ કરેલી વાંધાજનક ટિપ્પણી અંગે અભિનેત્રી રાખી સાવંત વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરાયું છે. પોલીસે જણાવ્યું કે રાખી સાવંત પર એવો અાક્ષેપ છે કે ગયા વર્ષે એક ખાનગી ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન તેણે મહર્ષિ વાલ્મીકિ વિરુદ્ધ ટિપ્પણી કરતાં વાલ્મીકિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી.

અા રિપોર્ટના અાધારે ૯ માર્ચે ધરપકડ વોરંટ જારી કરાયું છે. ફરિયાદીનું કહેવું છે કે અામ કરીને અભિનેત્રીઅે મહર્ષિના અનુયાયીઅોની ભાવનાઅોને ઠેર પહોંચાડી છે. પોલીસના અેક અધિકારીઅે જણાવ્યું કે લુધિયાણા પોલીસની બે સભ્યની ટીમ ધરપકડ વોરંટ સાથે મુંબઈ રવાના થઈ ચૂકી છે. અદાલત તરફથી વારંવાર સમન્સ મોકલવા છતાં પણ રાખી ૯ માર્ચે થયેલી કેસની સુનાવણીમાં હાજર ન થઈ. કોર્ટે અા કેસની અાગામી સુનાવણી માટે ૧૦ અેપ્રિલ નક્કી કરી છે.

http://sambhaavnews.com/

You might also like