નવા વર્ષમાં ISRO ની સદી, 31 ઉપગ્રહનું કર્યું લોન્ચિંગ

અંતરિક્ષની દુનિયામાં ભારતે ઇતિહાસ રચી દીધો છે. આજે ઇસરો દ્વારા સેટેલાઇટ મોકલવાની સદી પુરી કરાઇ છે. ઇસરોએ આજરોજ સવારે 9.28 પર પીએસએલવી દ્વારા 31 ઉપગ્રહને લોન્ચ કર્યાં. 31 ઉપગ્રહમાં ત્રણ ભારતના અને 28 છ વિવિધ દેશોના છે જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાંસ, દક્ષિણ કોરિયા અને બ્રિટેન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

2017માં સપાટો બોલાવ્યા બાદ ઈસરો અંતરિક્ષમાં વધુ એક ઉડાન ભરી છે. નવા વર્ષમાં ઈસરોએ પોતાની સદી પૂર્ણ કરી છે. ઈસરોએ પોતાનો 100મો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટાથી એક સાથે 31 ઉપગ્રહ સાથે ધ્રુવીય ઉપગ્રહ પરિક્ષણ યાન PSLV-C40એ ઉડાન ભરી છે. ભારતે કાર્ટોસેટ-2 શ્રેણીના ઉપગ્રહને લોન્ચ કર્યા છે. તો અન્ય 30 નાના ઉપગ્રહ પણ છે.

આ મિશનમાં કાર્ટોસેટ-2 સહિત ભારતનો એક નાનો ઉપગ્રહ અને એક માઈક્રો ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવશે. કાર્ટોસેટ-2 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે. જે સારી ગુણવા વાળા ફોટા આપવામાં સક્ષમ છે. જેનો ઉપયોગ શહેર અને ગ્રામીણ નિયોજન, માર્ગ નેટવર્કની દેખરેખ માટે કરી શકાય છે.

You might also like