ઉપગ્રહ IRNSS-1Fનું સફળ પરીક્ષણ: નેવિગેશન ક્ષેત્રે ભારતને નહી રહે કોઇની સાડાબારી

ચેન્નાઇ : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) દ્વારા આજે આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટાથી પીએસએલવી સી-32 દ્વારા પોતાનાં છઠ્ઠા નેવિગેશ ઉપગ્રહ IRNSS-1નું સફળતા પુર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ માટે મંગળવારે સવારે 9-30 વાગ્યાથી જ 54 કલાકની ઉલ્ટી ગણત્રી ચાલુ કરવામાં આવી હતી. વર્ષ 2016માં ભારતનો આ બીજી સફળ રોકેટ પ્રક્ષેપણની ઘટનાં છે. અગાઉ 20 જાન્યુઆરીનાં રોજ IRNSS-1Eનું પ્રક્ષેપણ પણ સફળતા પુર્વક કરવામાં આવ્યુ હતું.

ભરોસાપાત્ર પીએસએલવી સી-32ની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંક પીએસએલવી સી32નું 34મું મોટુ મિશન હશે. 44.4 મીટર લાંબી IRNSS-1Fનું વજન 1425 કિલોગ્રામ હતું. તેનો ઉદ્દેશ્ય અમેરિકી ગ્લોબલ પોજિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ની જેમ જ સારી નેવિગેશન પ્રણાલી પહોંચાડવાનો છે. આ ઉપગ્રહ લોન્ચ થયા બાદ ભારતની નેવિગેશન પ્રણાલી વધારે સારી થવાની આશા છે. કારણ કે પાંચમાં ઉપગ્રહનાં પ્રક્ષેપણની સાથે જ ભારતની પાસે 24 કલાક નેવિગેશન આપવાની ક્ષમતા વધારે મજબુત થઇ ગઇ છે.

IRNSSનાં તમામ સાતેય ઉપગ્રહ 2016માં લોન્ચ થઇ જશે. તેની પહેલા તેની શરૂઆત IRNSS-1Aનાં પ્રક્ષેપણ સાથે જુલાઇ 2013માં કરવામાં આવી હતી. ત્યાર બાદ IRNSS-1Bએપ્રીલ 2014માં ત્રીજું IRNSS-1C એક્ટોબર 2014માં પાંચમું IRNSS-1D માર્ચ 2015માં પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. પાંચમું IRNSS-1E આ જ વર્ષે જાન્યુઆરીમાં પ્રેક્ષેપિત કરાયું હતું. વૈજ્ઞાનિકો તમામ ઉપગ્રહોને માર્ચ 2016 સુધી એરબિટમાં સ્થાપિત કરવા માટેની યોજનાઓ બનાવી રહ્યા છે.

You might also like