ઈસરો આજે લોન્ચ કરશે દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ ‘કલામસેટ’

(એજન્સી) નવી દિલ્હી: આજે ઈસરો દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ કલામસેટ લોન્ચ કરશે. પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી) સી-૪૪ હેઠળ કલામસેટ અને માઈક્રોસેટને શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે. ક્લામમેટ સેટેલાઈટ ભારતીય વિદ્યાર્થીઓના એક સમૂહે તૈયાર કર્યો છે તેનું નામકરણ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેનના નામથી જાણીતા એ.પી.જે. અબ્દુલ કલામના નામ પરથી કરવામાં આવ્યું છે.

કલામસેટ દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ છે. સ્પેસની દુનિયામાં નવા કારનારા કરવા માટે જાણીતા ઈસરોના દરેક સેટેલાઈટ લોચિંગ મિશનમાં પીએસ-૪ પ્લેટફોર્મને વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સેટેલાઈટ માટે ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું છે. કલામસેટ એટલો નાનો છે કે તેને ફેમ્ટોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈસરોના વિજ્ઞાનીઓ વિદ્યાર્થીઓને સમગ્ર ઉપગ્રહ બનાવવાના બદલે પે-લોડ બનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે તેમાં ઈસરોને મદદ મળશે અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પે-લોડને પીએસ-૪માં ફીટ કરીને અંતરિક્ષમાં મોકલાશે.

You might also like