Categories: India

ઈસરોની સિદ્ધિ: ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ સ્વદેશી નિર્મિત ક્રાયોજેનિક એન્જિન-ડીનું સ્ટેજ પરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે. ઇસરોના અધ્યક્ષ એ.એસ. કિરણકુમારે જણાવ્યુું હતું કે જીએસએલવીએમકે-૩ માટે ક્રાયોજેનિકનું પૂર્ણકાલીન ઉડાન પરીક્ષણ સફળ રહ્યું હતું. તેના પગલે જીએસએલવી માર્ક-૩ સી-રપ ઉપગ્રહના પ્રક્ષેપણનો માર્ગ મોકળો થઇ ગયો છે.

એપ્રિલમાં આ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આજનું પરીક્ષણ એક વાસ્તવિક રોકેટ પ્રક્ષેપણ પૂર્વેની ચેઇનમાં આખરી હતું. આ અગાઉ ઇસરોએ બુધવારે એકસાથે ૧૦૪ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરીને ભારતના નામે એક વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કરીને ઇતિહાસ સર્જ્યો હતો.

આ ઐતિહાસિક સિદ્ધિ બાદ દુનિયાના કેટલાય નાના-મોટા દેશો પોતાના સેટેલાઇટના લોન્ચિંગ માટે ભારત તરફ વળી રહ્યા છે. અંતરિક્ષ વિજ્ઞાનની દુ‌િનયામાં ઇસરોની આ સફળતાએ ભારતને અમેરિકા અને રશિયાથી પણ આગળ કરી દીધું છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે…

30 mins ago

મસ્જિદ હુમલોઃ PSLના રંગારંગ કાર્યક્રમ અંગે મની ઉવાચઃ ‘કબૂતર તો ઉડાડ્યાં’

(એજન્સી) કરાચી: એક તરફ ભારતે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPLની ઓપનિંગ સેરેમની રદી કરી…

36 mins ago

આજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે

(એજન્સી)નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની આજે ૩૪મી બેઠક મળનાર છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીના ઘટાડવામાં આવેલા દરના અમલ…

39 mins ago

BRTSના સાડા પાંચ કિમીના કોરિડોરના કામમાં લાખોનો ગોટાળો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને જાહેર પરિવહન સેવા ક્ષેત્રે દાયકાઓ જૂની એએમટીએસ ઉપરાંત બીઆરટીએસ બસ સર્વિસનો લાભ…

59 mins ago

BJPના સૌરાષ્ટ્ર-કચ્છના ઉમેદવારોનાં નામ આજે બંધ કવરમાં સીલ થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને આજે અંતિમ દિવસે ગુજરાતની કચ્છ અને વિધાનસભા ચૂંટણીની પાંચ બેઠકો માટે મનોમંથન શરૂ થઈ…

1 hour ago

રાજ્યની તમામ 26 બેઠક પર મહિલા કોંગ્રેસે દાવેદારી નોંધાવી

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આગામી તા.ર૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત મહિલા કોંગ્રેસમાં પણ થનગનાટ જોવા મળ્યો છે. રાજ્યમાં ૪૮…

1 hour ago