ઈસરોની સિદ્ધિ: ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ સ્વદેશી નિર્મિત ક્રાયોજેનિક એન્જિન-ડીનું સ્ટેજ પરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે. ઇસરોના અધ્યક્ષ એ.એસ. કિરણકુમારે જણાવ્યુું હતું કે જીએસએલવીએમકે-૩ માટે ક્રાયોજેનિકનું પૂર્ણકાલીન ઉડાન પરીક્ષણ સફળ રહ્યું હતું. તેના પગલે જીએસએલવી માર્ક-૩ સી-રપ ઉપગ્રહના પ્રક્ષેપણનો માર્ગ મોકળો થઇ ગયો છે.

એપ્રિલમાં આ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આજનું પરીક્ષણ એક વાસ્તવિક રોકેટ પ્રક્ષેપણ પૂર્વેની ચેઇનમાં આખરી હતું. આ અગાઉ ઇસરોએ બુધવારે એકસાથે ૧૦૪ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરીને ભારતના નામે એક વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કરીને ઇતિહાસ સર્જ્યો હતો.

આ ઐતિહાસિક સિદ્ધિ બાદ દુનિયાના કેટલાય નાના-મોટા દેશો પોતાના સેટેલાઇટના લોન્ચિંગ માટે ભારત તરફ વળી રહ્યા છે. અંતરિક્ષ વિજ્ઞાનની દુ‌િનયામાં ઇસરોની આ સફળતાએ ભારતને અમેરિકા અને રશિયાથી પણ આગળ કરી દીધું છે.
http://sambhaavnews.com/

You might also like