ઇઝરાયેલી મીડિયાએ મોદીને ગણાવ્યા વિશ્વનાં સૌથી મહત્વનાં વડાપ્રધાન

જૂરૂસલેમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ત્રણ દશકની યાત્રા કરીને પરત ફર્યા છે અને હવે 4 જુલાઇને ઇઝરાયેલ મુલાકાતે જશે. તેમની આ મુલાકાત પહેલા ઇઝરાયેલમાં મીડિયાએ તેમનાં ખુબ જ વખાણ કર્યા હતા.ત્યાનાં એક અખબારે લખ્યું છે કે જાગો વિશ્વનાં સૌથી મહત્વનાં વડાપ્રધાન આવી રહ્યા છ.

ઇઝરાયેલનાં બિઝનેસ ડેલી ધ માર્કરે પોતાનાં હિબ્રુ સંસ્કરણની સૌથ મહત્વની સ્ટોરીમાં ભારત – ઇઝરાયેલ સંબંધો પર ચર્ચા કરી છે. ઇઝરાયેલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથે તેમની ઇઝરાયેલ યાત્રાનાં મુદ્દે ઘણી આશાઓ વ્યક્ત કરી છે. ઇઝરાયેલનાં સ્થાનિક સમાચારપત્ર અને સમાચાર પોર્ટલે પીએમ મોદીએ રામલ્લાહ જવાથી બચવા અંગે પણ ટીપ્પણીઓ પણ કરી. મોદીનાં ઇઝરાયેલે ત્રણ દિવસીય મુલાકાત પર ધ યેરૂશલેમ પોસ્ટે એક અલગ લિંગ જ બનાવી દીધી છે. જેમાં તેણે ભારત સાથે જોડાયેલા સમાચારો આપ્યા છે.

અરૂટ્ઝ શેવાએ પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે, વિશ્વનાં અન્ય નેતાઓ ઇત્તર મોદી વિશ્વનાં સૌથી મોટી લોકશાહી અને બીજા સૌથી મોટા દેશોનાં કર્તાધર્તા છે. જો કે તેઓ ઇઝરાયેલ મુલાકાત દરમિયાન રામલલ્હાન નથી જઇ રહ્યા.

તેઓ પેલેસ્ટાઇન તંત્રનાં પ્રમુખ મોહમ્મદ અબ્બાસ અથવા તેનાં અન્ય નેતાઓને મળવા નથી જઇ રહ્યા. રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે અબ્બાસનાં ભારત મુલાકાત સમયે ભારત તેમને મળ્યા હતા. ભારતનાં વરિષ્ઠ અધિકારી પણ ઇઝરાયેલ મુલાકાત રામલ્લાહ ખાતે અબ્બાસનાં આવાસ પર તેમને મળ્યા હતા.

You might also like