ઈઝરાયલની સંસદે યહૂદી રાષ્ટ્રનાં બિલ પર મંજૂરીની મહોર લગાવી

યેરુશાલેમ: ઈઝરાયેલની સંસદ નેસેટે ગઈ કાલે વિવાદિત ‘યહૂદી રાષ્ટ્ર ખરડા’ને કાયદાકીય દરજ્જો આપી દીધો છે. તેથી ઇઝરાયલ હવે યહૂદી રાષ્ટ્ર રહેશે. હિબ્રુ હવે ઈઝરાયેલની રાષ્ટ્રીય ભાષા બની રહેશે અને અરબી ભાષાને આપવામાં આવેલો સત્તાવાર ભાષાનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે.

અવિભાજિત યેરુશાલેમ ઇઝરાયેલની રાજધાની રહેશે. ઈઝરાયેલના આરબ સાંસદોએ ખરડા સામે વિરોધ નોંધાવ્યો હતો. તો વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી.

આ અંગે વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે,’ઈઝરાયેલ ઐતિહાસિક રીતે યહૂદી લોકોનું નિવાસસ્થાન છે. માત્ર તેમને જ અહીં રાષ્ટ્રીયતાનો અધિકાર મળવો જોઈએ.’ સંસદમાં ખરોડ પસાર થતાં આઠ કલાક લાગ્યા હતા. ખરડાના પક્ષમાં ૬૨ તો વિરોધમાં ૫૫ સાંસદોએ મતદાન કર્યું હતું. ડિસેમ્બરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યેરુશાલેમને ઇઝરાયલની રાજધાની જાહેર કરી દીધી હતી.

ઈઝરાયલમાં ૧૮ લાખ મુસ્લિમ રહે છે
ઇઝરાયેલની ૯૦ લાખની વસતીમાં ૨૦ ટકા અર્થાત ૧૮ લાખ જેટલા મુસ્લિમ લોકો રહે છે. આરબોને પણ યહૂદીઓ જેવા જ અધિકાર અપાયા છે. પરંતુ આરબો અહીં લાબા સમયથી તેમની સામે દ્વિતીય કક્ષાના નાગરિકો જેવો વ્યવહાર થતો હોવાની ફરિયાદ કરતા રહ્યા છે. આરબ સાંસદ અહમદ તીબીએ જણાવ્યું હતું કે,દેશમાં લોકશાહીની હત્યા થઈ છે.

You might also like