આતંકવાદના મોર્ચે હવે ઇઝરાયલ પણ આપશે ભારતનો સાથ

નવી દિલ્હી : ભારત અને ઇઝરાયેલે આતંકવાદ વિરુદ્ધ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંન્ને દેશોએ કહ્યું કે તેના કારણે વૈશ્વિક સ્તર પર શાંતિ, સ્થાયિત્વ અને લોકશાહીના અવાજને મજબુતી મળશે. વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલનાં રાષ્ટ્રપતિ રિયૂવેન રિવલિનની સાથે દ્વિપક્ષીય બેઠક બાદ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વિશ્વ સમુહોને આહ્વાન કરતા કહ્યું કે આતંકવાદ આઝે દુનિયા સમક્ષ સૌથી મોટો પડકાર છે.

મોદીએ જણાવ્યું કે આ પડકારની વિરુદ્ધ કાર્યવાહી નહી કરવા અને ચુપ રહેવાથી આતંકવાદીઓનું મનોબળ મજબુત થશે. એવામાં પડકારનો મજબુતી પુર્વક સામનો કરવા માટે ભારત અને ઇઝરાયેલ આંતરિક સહયોગ વધારવા તથા સંરક્ષણ ક્ષેત્રમાં પોતાના સંબંધોને વિસ્તારવાનો નિર્ણય કર્યો છે.

મોદી અને રિવલિનની વચ્ચે શિષ્ટમંડળ સ્તરની ચર્ચા બાદ ભારત અને ઇઝરાયેલ વચ્ચે જળ સંસાધન વિકાસ અને કૃષી ક્ષેત્રમાં બે મહત્વની સમજુતીઓ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા. વડાપ્રધાન રિવલિનની ભારત યાત્રાને બંન્ને દેશોના સંબંધોને ખુબ જ પ્રગાઠ અને ફાયદાકારક જણાવતા કહ્યું કે ઇઝરાયલની સાથે ભારતની અઢી દશક જુની મિત્રતા બંન્ને દેશોને ભરપુર ફાયદો મળે છે. સૌથી વધારે ફાયદો દેશનાં લોકોને થયો છે.

You might also like