ઈઝરાયલના નેતન્યાહૂ PM મોદીને આ અદ્દભૂત જીપ ભેટમાં આપી શકે છે, જાણો ખાસિયત

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ 14 જાન્યુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાની આ યાત્રા પહેલા નેતન્યાહૂ વડાપ્રધાન મોદી માટે ભેટ લઈને આવી શકે છે. આ ભેટ એક એવી કાર છે, જે દરિયાનું પાણી ફિલ્ટર કરી શકે છે.

પોતાની ઈઝરાયલની યાત્રા દરમ્યાન વડાપ્રધાન મોદીએ આ ગાડી દ્વારા ફિલ્ટર કરવામાં આવેલું પાણી પણ પીધું હતું. એક અંગ્રેજી સમાચારપત્રના જણાવ્યા પ્રમાણે, ગેલ મોબાઈલ વૉટર પ્યોરિફિકેશન જીપને હવે ઈઝરાયલના વડાપ્રધાન ભારતીય વડાપ્રધાન મોદીને ભેટમાં આપી શકે છે.

જુલાઈમાં પોતાની ઈઝરાયલની યાત્રા દરમ્યાન વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂ સાથે ડોર બીચની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન મોદીજી માટે ખુદ નેતન્યાહૂ જાતે જીપ ચલાવીને બીચ પર લઈ ગયા હતા.

આ જીપની કિંમત લગભગ 111000 US ડૉલર છે. આ જીપની ખાસિયત એ છે કે, તે એક દિવસમાં 20હજાર લીટર દરિયાના પાણીને ફિલ્ટર કરીને પીવાલાયક બનાવી શકે છે. આ જીપથી નદીના 80,000 લીટર પાણીને પીવાલાયક બનાવી શકાય છે.

આ ગાડીનો ઉપયોગ ભૂકંપ, પૂર કે અન્ય કટોકટીની જગ્યાએ વાપરી શકાય છે. વડાપ્રધાન મોદીએ ઈઝરાયલ યાત્રા દરમ્યાન આ જીપના ખૂબ વખાણ કર્યા હતા.

You might also like