જાપાની PMને સંસ્કૃતિ વિરૂદ્ધનું કરવું પડ્યું કામ, ‘બુટ’માં કર્યું ભોજન…

ઇઝરાયલની PM બેન્જામિન નેતન્યાહૂ એ પોતાના મહેમાન અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેને જૂતામાં ખાવાનું પીરસ્યું. જોકે આ મામલા બાદ ઇઝરાયલી PMની ખૂબ જ ટીકા થઇ રહી છે. હકીકતમાં જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને એમની પત્નીએ ગત બુધવારે ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને એમની પત્ની સારા નેતન્યાહૂની સાથે ઇઝરાયલી PMના સત્તાવાર આવાસ પર ડિનર કર્યું. આ ડિનર દરમિયાન મહેમાનોને ‘ડેઝર્ટ જૂતા’માં ખાવાનું પીરસવામાં આવ્યું. ઇઝરાયલના જાણીતા શેફ મોશે સેગેવએ ડિનરના અંતમાં ડેઝર્ટના રૂપમાં પસંદગી ચોકલેટ ઘાતુના બનેલા ‘જૂતા’માં રાખીને પેશ કર્યું. મોશે PM બેન્જામિન નેતન્યાહૂના નજીકના શેફ પણ છે. હવે આ બાબતને લઇને હંગામો થઇ રહ્યો છે.

વાસ્તવમાં જાપાની સંસ્કૃતિમાં જૂતાંને અપમાનજનક માનવામાં આવે છે. જાપાની સંસ્કૃતિના અનુસાર, જાપાની ન તો માત્ર પોતાના ઘરમાં જ પરંતુ ઑફિસમાં પણ જૂતા બહાર નીકાળીને પ્રવેશે છે. એટલું જ નહી પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓ પણ કાર્યાલયમાં જૂતા પહેરીને નથી જઇ શકતા. જોકે હવે આબેના ટેબલ પર ડેઝર્ટ પર જૂતામાં ડિનર પરોસવામાં આવ્યુ ત્યારે તેમણે ખાઇ તો લીધું પરંતુ ત્યાં હાજર જાપાની અને ઇઝરાયલી રાજનયિકોને આ વાત વધારે પસંદ પડી નહીં.

એક જાપાની રાજનયિકે આ વાતની ટીકા કરતાં કહ્યું કે દુનિયામાં એવી કોઇ સંસ્કૃતિ નથી જેમાં જૂતાને ટેબલ પર રાખવામાં આવતા હોય. જો આ મજાક હતી તો અમને મજેદાર લાગી નહી. અમે અમારા પ્રધાનમંત્રી સાછે થયેલા આ વ્યવહારથી નારાજ છીએ. બીજી બાજુ ઇઝરાયલના વિદેશ વિભાગના એક સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે અમારા શેફ ખૂબ જ ક્રિએટીવ છે અને અમે એમના કામના વખાણ કરીએ છીએ.

ઇઝરાયેલી શેફ મોશે સેગવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ‘ડેઝર્ટ જૂતા’નો ફોટો પણ નાંખ્યો હતો. ‘ડેઝર્ટ જૂતા’ પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિઓ પણ આવી.

 

You might also like