ભારતીય જવાનોએ સાત પાકિસ્તાની સૈનિકોનો કર્યો ઠાર

જમ્મુ કાશ્મીર: સીમા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનોએ જબરદસ્ત જવાબ આપી રહી છે. મળતી માહિતી મુજબ ભારતીય સેનાએ સાત પાકિસ્તાની સૈનિકોનો ઠાર કર્યો છે. આ કાર્યવાહી ભીમબેર સેક્ટરમાં કરવામાં આવી હતી. પાકિસ્તાની સરકારી એજન્સી ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સએ આ જાતે સ્વીકાર્યું છે. પાકિસ્તાન સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યા બાદ પાકિસ્તાન પોતાના 7 સૈનિકોના માર્યા ગયા બાદ ભારત પર આરોપ લગાવી રહ્યું છે. પાકિસ્તાન દાવો કર્યો છે કે ભારતીય સેનાએ આ કાર્યવાહી કોઇ પણ કારણ વગર કરી છે.

ગત રાતે લાઇન ઓફ કંટ્રોલ પર ભારતે પાકિસ્તાનના સાત સૈનિકોનો ઠાર કર્યો હતો. રવિવારે રાતે ફણ ભીમબેર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપતાં ભારતે આ કાર્યવાહી કરી જેમાં પાકિસ્તાને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું.


જણાવી દઇએ કે પાક અધિકૃત કાશ્મીરમાં ભારતમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સેના ગુસ્સામાં સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. દરેક વખત ભારતીય સેના તરફથી જબરદસ્ત જવાબ મળતો હોવા છતાં પણ પાકિસ્તાન પોતાની હરકતો કતરે રાખે છે. હકીકતમાં પાકિસ્તાન આંતકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે આવું કરી રહ્યું છે. રવિવારે રાતે પણ પાકિસ્તાની સેનાએ કોઇ કારણ વગર ગોળીબાર કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો એમાં પાકિસ્તાનના 7 સૈનિકોનો ઠાર થયો.

You might also like