મુંબઇ જેવો જ આતંક ઢાંકામાં ફેલાવવાનો પ્રયાસ હતો ઇસ્લામિક સ્ટેટનો

ઢાંકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢારામાં હાઇ સિક્યોરિટી ગુલશન રોડ પર શુક્રવારે હથિયારધારી આતંકીઓએ 26/11 મુંબઇ હુમલા જેવી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાઇડેન્ટની જેમ જ ઢાંકાની હોલી આર્ટિસન બેકરીમાં ઘુસીને વિદેશીઓને બંદક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સાતમાંથી 6 આતંકીઓ માર્યા ગાય છે. જ્યારે એક પકડાઇ ગયો છે.

રેસ્ટોરેન્ટમાં રાત્રે જમવાનું જમી રહેલા રાજકિય અધિકારીઓ, વિદેશી નાગરીકો અને સ્થાનીક ઇલીટ લોકો પર અચાનક 20 મીનીટ સુધી આંધાધુધ ગોળીબાર થયો હતો અને ત્યાર બાદ ઘડાકા કર્યા હતા. કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંક મારી હતી.

આતંકીઓ અલ્લાહો અકબરના નારા સાથે રેસ્ટોરેન્ટમાં ઘૂસ્યાં હતા. તેમણે લોકોને કૂરાન સાથે જોડાયેલી આયાતો પૂછીને તેમને ટોર્ચર કરવાનો પ્રયાસ કર્યો છે. આખી રાત બાંગ્લાદેશ પોલીસે આતંકીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનો કોઇ જ ફાયદો થયો ન હતો.

આખી રાત આતંકીઓના સરઅંડર થવા અંગેની રાહ જોયા પછી  અંતે સવારે  કમાન્ડરોનો કાફલો રેસ્ટોરેન્ટમાં ઘૂસ્યો હતો. 12 કલાકની જહેમત બાદ બંધકોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા. 6 આતંકોઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે 1ને જીવતો પકડી લેવામાં આવ્યો છે. મુંબઇ હુમલા બાદ લાઇવ પ્રસારણ અંગે વિવાદ થયો હતો. તેથી ઢાંકામાં પહેલેથી જ એડવાઇઝરી દ્વારા સ્થાનીક મીડિયાને લાઇવ ટેલિકાસ્ટ કરવાની ના પાડી દેવામાં આવી હતી. પ્રધાનમંત્રી શેખ હસીનાએ ખુદ હુમલા પર નજર રાખી હતી. તેમણે કહ્યું હતું કે રમજાનના પવિત્ર માસમાં હત્યા કરે તે કેવા મુસલમાન કહેવાય આ આતંકિઓ ધર્મ અને માનવિયતાના દુશ્મન છે.

You might also like